<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ૧૧૦ ન્‍યાયાધીશોની પ્રમોશન યાદી જાહેર કરાઇ

જીલ્લા ન્‍યાયાધીશ કેડરના પપ અને સીનીયર સીવીલ જજ મેજીસ્‍ટ્રેટ કક્ષાના પપ જજોનો યાદીમાં સમાવેશઃ ડીસ્‍ટ્રીકટ જજ કેડરમાં પ૦% કવોટા અને સીવીલ જજોમાં ૧૦% કવોટામાંથી પ્રમોશન માટેની પસંદગી યાદી બનાવાઇ

રાજકોટ તા. ૧૦ :.. ગુજરાત હાઇકોર્ટ દ્વારા જીલ્લા ન્‍યાયાધીશ કેડર અને સિવીલ જજ જયુ. મેજીસ્‍ટ્રેટ કેડરના કુલ ૧૧૦ જેટલા ન્‍યાયાધીશોને બઢતી સાથે પ્રમોશન અંગેની યાદી જાહેર કરવામાં આવી છે. જે મુજબ જીલ્લા જજ કેડરના પપ અને સીવીલ જયુ. મેજી. કક્ષાના પપ મળી કુલ ૧૧૦ ન્‍યાયાધીશોની પ્રમોશ યાદી જાહેર કરવામાં આવી છે.

ગુજરાત હાઇકોર્ટ રીક્રુટ્રમેન્‍ટ રજીસ્‍ટ્રારે બહાર પાડેલી યાદી મુજબ જીલ્લા ન્‍યાયાધીશ કેડરના પપ ન્‍યાયાધીશોને બઢતી પ૦ ટકા કવોટામાં રેગ્‍યુલર પ્રમોશન જાહેર કરવામાં આવ્‍યું છે.

ડીસ્‍ટ્રીકટ જજ કેડરમાં જેઓ પ્રમોશન માટે પસંદગી પામેલ છે. તેમાં ટી. વી. જાદવ, આર. બી. મારફતીયા, એમ. આર. શુકલા, એમ. એસ. દવે, એન. એ. ચોકસી, બી. એન. પટેલ, એમ. કે. ખેર, ડી. જે. પરમાર, એન. જ.ે નાયી, જે. એ. બક્ષી, રજનીકાંત એન. પટેલ, સહિત પપ ન્‍યાયાધીશોનો સમાવેશ થાય છે.

જયારે સીવીલ અને જયુ. મેજીસ્‍ટ્રેટ કક્ષાના પણ પપ ન્‍યાયાધીશોની બઢતી માટે પ્રમોશન યાદી જાહેર કરવામાં આવી છે.

આ યાદી મુજબ ગુજરાત રાજય ન્‍યાયીક સેવા સુધારા નિયમો ર૦રપ ની સુચિત યાદી મુજબ પસંદગી પામેલા જજોને ૧૦ ટકાના કવોટામાં ખાલી જગ્‍યાઓ સામે સીવીલ જજોની બઢતી માટેની પસંદગી યાદી પણ હાઇકોર્ટે દ્વારા જાહેર કરવામાં આવી છે.

આ યાદી મુજબ જેઓને બઢતી માટે પ્રમોશન જાહેર કરાયા છે. તેમાં કે. બી. મકવાણા, જે. વી. ચૌહાણ, એન. આર.  મલેક, જે. જે. આહુજા, એન. એલ. શર્મા, એ. એ. દવે, વી. પી. આચાર્ય, એ. પી. જોષી, પી. એસ. રાય સહિત પપ ન્‍યાયાધીશોને પ્રમોશન માટે યાદીમાં સામેલ કરવામાં આવ્‍યા છે.

અગાઉ નકકી થયા મુજબ ન્‍યાયાધીશોની પસંદગી યાદી તૈયાર કરવામાં આવી આ યાદી મુજબ ગુજરાત હાઇકોર્ટ દ્વારા જીલ્લા ન્‍યાયધીશ કેડરના પપ અને સીનીયર સીવીલ અને જયુ. મેજીસ્‍ટ્રેટ કક્ષાના પપ મળીને કુલ ૧૧૦ ન્‍યાયધીશોની પ્રમોશન માટેની યાદી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ હવે ખાલી પડતી જગ્‍યાઓ તેમજ જેઓ પ્રમોશન માટે રાહ જોઇ રહ્યા હતાં. તેવા ન્‍યાયાધીશોને આ યાદીમાંથી બઢતી-પ્રમોશનના હુકમો હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવશે તેમ જાણવા મળે છે

(11:30 AM IST)