તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
ગુજરાત ભાડા વિઘેયક બીલના સંદર્ભે સરકારની ખાતરી બાદ ગુજરાતના વકીલોની હડતાલ સમેટાઈ

રાજકોટ, તા.૬ઃ રાજ્યભરમાં વકીલોના ભારે વિરોધ અને હડતાળ વચ્ચે ગુજરાત ભાડા બિલ ૨૦૨૬ સંબંધિત વિવાદમાં મહત્ત્વના અહેવાલ સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટના ઍડવૉકેટ જનરલે જણાવ્યું છે કે, સરકાર વકીલો સાથે મળીને તેની માંગણીઓ અંગે ફરી વિચારણા કરશે. હાલ પૂરતો સરકારે નવા નિયમ પર રોક લગાવી દીધી છે, જ્યારે રાજ્યપાલે પણ આ બિલ પર સહી કરવાનું મોકૂફ રાખ્યું છે. સરકારે ખાતરી આપી છે કે ત્યાં સુધી જૂનો કાયદો જ અમલમાં રહેશે. તેમજ બાર કાઉન્સિલ ગુજરાતની આજે બપોરે ૧૨ કલાકે મહત્વની બેઠક બોલાવવામાં આવી છે તેમ જ રાજકોટ કાર્યવાહીમાં જોડાશે વધુ વિગત મુજબ રાજ્ય સરકારે રજૂ કરેલા ‘ભાડા બિલ ૨૦૨૬’ની વિવાદાસ્પદ જોગવાઈઓને લઈને રાજ્યભરના ૧૮૨ જેટલા વકીલ મંડળોમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી. જેને પગલે બાર કાઉન્સિલ દ્વારા બિલને પરત ખેંચવાની માંગ સાથે રાજ્યના તમામ ૧૮૨ વકીલ મંડળના નેજા હેઠળ વકીલો કોર્ટ કાર્યવાહીથી આલિ રહ્ના હતા. વિરોધના આહ્વાન પગલે પાંચમી ઑક્ટોબર ગુજરાત હાઇકોર્ટ ઍડવૉકેટ્સ ઍસોસિયેશન પણ કોર્ટની કામકાજથી સંપૂર્ણપણે અળગું રહ્નાં હતું, જેના કારણે હાઇકોર્ટ સહિત તમામ નીચલી કોર્ટમાં ન્યાયિક કામગીરી ખોરવાઈ ગઈ હતી.હાઇકોર્ટમાં પરિસ્થિતિ અંગે વાત કરતાં ઍડવૉકેટ જનરલે જણાવ્યું હતું કે, હાલના સમય કોર્ટ ઍક દિવસ પણ ના ચાલે તો સ્થિતિ ખરાબ છે. વકીલોની જે પણ માંગણીઓ અને રજૂઆતો છે, તેને સરકારે ગંભીરતાથી સાંભળીને સકારાત્મક નિરાકરણ લાવવાની સંપૂર્ણ ખાતરી આપી છે. અંગે ફરી વિચારણા કરશે. હાલ પૂરતો સરકારે નવા નિયમ પર રોક લગાવી દીધી છે, જ્યારે રાજ્યપાલે પણ આ બિલ પર સહી કરવાનું મોકૂફ રાખ્યું છે. આથી જ ભાડા કરાર સંબંધિત નવો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. સરકારે ખાતરી આપી છે કે ત્યાં સુધી જૂનો કાયદો જ અમલમાં રહેશે. તેમજ બાર કાઉન્સિલ ગુજરાત ની આજે બપોરે ૧૨ કલાકે મહત્વની બેઠક બોલાવવામાં આવી છે તેમજ રાજકોટ બાર ઍસોસિઍશન દ્વારા ઠરાવ કરી અને જણાવવામાં આવ્યું છે કે આજે અદાલતોમાં વકીલો કાર્યવાહીમાં રાબેતા મુજબ કામગીરીમાં જોડાશે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
