<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

Dgp જ્ઞાનેન્‍દ્રસિંઘ મલ્લિક સહીત ગુજરાતના અધિકારીઓ ઝગમગી ઉઠતા, CM આફ્રિન

અમદાવાદમાં તળતીય ઓલ ઇન્‍ડિયા બેડમિન્‍ટન ક્‍લસ્‍ટર ૨૦૨૬/ ૨૭નો શાનદાર સમારોહ યોજાયો...

રાજકોટ, તા.૨૬: મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની પ્રોત્‍સાહક ઉપસ્‍થિતિમાં અમદાવાદના નારણપુરા સ્‍થિત વીર સાવરકર સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ ખાતે તળતીય ઓલ ઇન્‍ડિયા પોલીસ બેડમિન્‍ટન ક્‍લસ્‍ટર ૨૦૨૬-૨૭નો સમાપન સમારંભ યોજાયો હતો.મુખ્‍યમંત્રીના હસ્‍તે ઓવરઓલ ચેમ્‍પિયન સીઆરપીએફની ટીમ ઉપરાંત ઉત્તર પ્રદેશ, મણિપુર, મિઝોરમની વિજેતા ટીમોને ટ્રોફી અને વિજેતા ખેલાડીઓને મેડલ એનાયત કરાયા હતા. બેડમિન્‍ટન ક્‍લસ્‍ટરમાં સીઆરપીએફ ઓવરઓલ ચેમ્‍પિયન અને મિઝોરમ પોલીસ રનર-અપ રહી હતી. ટેબલ ટેનિસમાં પુરુષોની ઓવરઓલ ચેમ્‍પિયનશિપમાં મણિપુર પોલીસ વિજેતા અને ઉત્તર પ્રદેશ પોલીસ રનર-અપ રહી હતી, જ્‍યારે મહિલાઓની ઓવરઓલ ચેમ્‍પિયનશિપમાં ઉત્તર પ્રદેશ પોલીસ ચેમ્‍પિયન અને મણિપુર પોલીસ રનર-અપ બની હતી.આ સ્‍પર્ધામાં ગુજરાત પોલીસના ઉચ્‍ચ અધિકારીઓએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. રાજ્‍યના પોલીસ વડા જી.એસ. મલિક અને આંધ્રઙ્ઘદેશના સ્‍વરૂપા રાનીની જોડીએ મિક્‍સ ડબલ્‍સ ૫૫ૅ કેટેગરીમાં બ્રોન્‍ઝ મેડલ જીત્‍યો હતો. ગુજરાતના ડીવાયએસપી કે. મિની જોસેફ અને ડીવાયએસપી જીતેન્‍દ્ર યાદવે મિક્‍સ ડબલ્‍સ ૫૦+ કેટેગરીમાં ગોલ્‍ડ મેડલ, જ્‍યારે ડીવાયએસપી જીતેન્‍દ્ર યાદવ અને હરિયાણા કેડરના ડીવાયએસપી વિપિન કાદિયાનની જોડીએ મેન્‍સ ડબલ્‍સ ૪૦+ કેટેગરીમાં ગોલ્‍ડ મેડલ હાંસલ કર્યો હતો.મુખ્‍યમંત્રીએ ગુજરાતના મુખ્‍ય પોલીસ વડા જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક જાતે સ્‍પર્ધામાં ઉતર્યા તે બાબતની વિશેષ નોંધ લઈ તેમને બિરદાવ્‍યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં ગુજરાતમાં શરૂ થયેલ ખેલ મહાકુંભથી રાજ્‍યમાં સ્‍પોર્ટ્‍સ કલ્‍ચર વિકસિત થયું છે. વડાઙ્ઘધાનનું ફિટ ઇન્‍ડિયા અભિયાન દેશના તમામ નાગરિકોની જીવનશૈલીમાં સકારાત્‍મક પરિવર્તન લાવનારું જનઆંદોલન બની ગયું છે. ગુજરાતમાં અત્‍યાર સુધીમાં પાંચ ઓલ ઇન્‍ડિયા પોલીસ ગેમ્‍સનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્‍યું છે.રાજ્‍યના પોલીસ વડા જ્ઞાનેન્‍દ્રસિંહ મલિકે જણાવ્‍યું હતું કે આ સ્‍પર્ધામાં ૧૦ કેન્‍દ્રીય પોલીસ સંગઠનો, ૨૪ રાજ્‍યો અને ૪ કેન્‍દ્રશાસિત પ્રદેશો મળીને કુલ ૩૮ ટીમોના ૧૦૦૦થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં લગભગ ૨૫ ટકા મહિલા ખેલાડીઓ હતી.આ કાર્યક્રમમાં અમદાવાદ મેયર હિતેશભાઈ બારોટ,  CID વડા ડો. કે. એલ. એન. રાવ  પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ACB વડા પિયુષ પટેલ, IB વડા અશોક કુમાર યાદવ, અમદાવાદના જોઈન્‍ટ પોલીસ કમિશનર અને સેક્‍ટર વડા નીરજ બડગુજ્જર, રેન્‍જ વડા રાધેવેન્‍દ્ર વસ્‍ત, ગળહ વિભાગના સચિવ નિપૂણા તોરવણે, સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝ ડીજીપી કે.એલ.એન. રાવ, અમદાવાદ શહેરના મેયર હિતેશભાઈ બારોટ સહિતના ઉચ્‍ચ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા

(11:14 AM IST)