<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

ગુજરાત પોલીસે મજબૂત કાર્યવાહીથી આંતરરાષ્‍ટ્રીય ડ્રગ્‍સ સ્‍મગલિંગ નેટવર્કની કમર તોડી : હર્ષ સંઘવી

રાજ્‍ય સરકારની ‘રિવોર્ડ પોલિસી' હેઠળ ડ્રગ્‍સ સામે ઉત્‍કળષ્ટ કામગીરી બદલ ૨૭૮ પોલીસ જવાનોનું રૂા.૫૯.૪૨ લાખના ઇનામ સાથે સન્‍માન ભરૂચના દહેજ ખાતે ર૧પ૩ કરોડના ડ્રગ્‍સનો નાશ કરાયો

અમદાવાદ : મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઇ પટેલના નશા-મુક્‍ત ગુજરાતના સંકલ્‍પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂપે, રાજ્‍યના નાયબ મુખ્‍યમંત્રી  હર્ષ સંઘવી ભરૂચના દહેજ ખાતે  એન્‍વાયરો ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર લિમિટેડ  દ્વારા આયોજિત ડ્રગ્‍સ નાબૂદી કાર્યક્રમમાં વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્‍યમંત્રી તથા ડ્રગ્‍સ નિકાલ કમિટીના સભ્‍યોએ ડ્રગ્‍સના જથ્‍થાનું પ્રત્‍યક્ષ નિરીક્ષણ કરી વિગતો મેળવી હતી. કેન્‍દ્રીય ગળહમંત્રી અમિતભાઇ શાહના ડ્રગ્‍સ-ફ્રી ઇન્‍ડિયાના આહ્વાન અને ઝીરો ટોલરન્‍સની નીતિ અંતર્ગત વૈજ્ઞાનિક પદ્ધતિથી આ તમામ નાર્કોટિક્‍સ જથ્‍થાનો બિનહાનિકારક નાશ કરવામાં આવ્‍યો હતો. આ જ સ્‍થળેથી નાયબ મુખ્‍યમંત્રીશ્રીએ લાકડીયા (ભચાઉ) ખાતે યોજાયેલા નાર્કોટિક્‍સ જથ્‍થાના નાશ કાર્યક્રમનો પણ ઓનલાઇન પ્રારંભ કરાવ્‍યો હતો.

આ કાર્યક્રમમાં રાજ્‍યના ૨૪ એકમો દ્વારા કુલ ૮૬૭ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ રૂ.૨૧૫૩ કરોડની કિંમતનો નાર્કોટિક્‍સ જથ્‍થો (૧૩,૨૪૯.૧૨૭ કિલોગ્રામ ડ્રગ્‍સ અને ૫,૭૧,૦૨૮ બોટલો) નાશ કરવામાં આવ્‍યો હતો.

ત્‍યારબાદ GACL કંપની (દહેજ) ખાતે એન.ડી.પી.એસ. (NDPS) હેન્‍ડબુકના વિમોચનનો આયોજિત કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત, પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા ડ્રગ મુક્‍ત ગુજરાત જાગળતિ વીડિયો અને વ્‍યસનમુક્‍ત થયેલા પીડિતોના પ્રતિભાવો દર્શાવતી લઘુફિલ્‍મ તથા વિશેષ પ્રેઝન્‍ટેશન રજૂ કરવામાં આવ્‍યા હતા.

પોલીસ વિભાગને અભિનંદન આપતાં નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્‍યું હતું કે, આજના સમયમાં સમાજનું સૌથી મોટું દૂષણ ડ્રગ્‍સ છે. આ દૂષણ સામે ગુજરાત પોલીસ જે પ્રકારે જંગ લડી રહી છે તે ખરેખર વંદનીય છે.  ગુજરાત પોલીસે ડ્રગ્‍સ માફિયાઓ અને કાર્ટેલ સામે મજબૂત કાર્યવાહી કરીને આંતરરાષ્‍ટ્રીય ડ્રગ્‍સ સ્‍મગલિંગ નેટવર્કની કમર તોડી નાખી છે. છેલ્લા દોઢ વર્ષથી આ અભિયાનને એક જંગની જેમ લડીને હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્‍સ પકડવામાં આવ્‍યું છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્‍પલબેન રાજ, ધારાસભ્‍યો સર્વ અરૂણસિંહ રાણા, રમેશ મિષાી, રીતેશ વસાવા, ડી. કે. સ્‍વામી, રાજ્‍યના પોલીસ વડા  જી. એસ. મલિક, CID ક્રાઇમના ડો. કે. એલ. રાવ, વડોદરા રેન્‍જ IG સંદીપ સિંહ, CID ક્રાઇમના IGP ગૌતમ પરમાર, જિલ્લા કલેક્‍ટર ડો. નવનાથ ગવ્‍હાણે, DDO  યોગેશ કાપસે સહિત પોલીસ વિભાગ, વહીવટી તંત્ર અને GACL કંપનીના ઉચ્‍ચ અધિકારીઓ હાજર રહ્યા હતા

(3:54 PM IST)