News of Tuesday, 23rd June 2026
મહોરમ પર્વને અનુલક્ષીને ગુજરાત પોલીસ સંપૂર્ણ સતર્ક : રાજ્યના 919 જેટલા સંવેદનશીલ સ્થળો પર બાજ નજર રાખવા માટે નિર્દેશ અપાયા
ડીજીપી જી.એસ. મલિકની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય વીડિયો કોન્ફરન્સ યોજાઈ : રાજ્યભરના પોલીસ અધિકારીઓને કડક બંદોબસ્ત ગોઠવવા માટે સૂચના

અમદાવાદ :મહોરમ પર્વને અનુલક્ષીને શાંતિ અને સુરક્ષા જાળવવા માટે રાજ્ય પોલીસ સંપૂર્ણપણે સતર્ક બની છે. આ અંગે ડીજીપી જી.એસ. મલિકની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય વીડિયો કોન્ફરન્સમાં રાજ્યભરના પોલીસ અધિકારીઓને કડક બંદોબસ્ત ગોઠવવા માટે સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને તાજિયા જુલૂસના રૂટ પર વિશેષ તકેદારી રાખવા અને રાજ્યના 919 જેટલા સંવેદનશીલ સ્થળો પર બાજ નજર રાખવા માટે નિર્દેશ અપાયા છે.
સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે, જેમાં ડ્રોન, CCTV કેમેરા અને બોડી-વોર્ન કેમેરાની મદદ લેવાશે. વધુમાં, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે SRPFની કંપનીઓ અને પ્લાટૂનની ફાળવણી કરવામાં આવી છે, સાથે જ ટ્રાફિક અને ક્રાઉડ મેનેજમેન્ટ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા તત્વો સામે પણ કડક હાથે કામ લેવા પોલીસ તંત્ર સજ્જ છે.
(9:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
