<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પદાધિકારીઓ અને વિવિધ વિભાગોના હોદ્દેદારોની નિમણૂક જાહેર : જુઓ સંપૂર્ણ સૂચિ

પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મોવડી મંડળ સાથેની ચર્ચા બાદ બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ માનસિંહ પરમારે સંગઠનાત્મક નામોની કરી સત્તાવાર જાહેરાત

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથેની વિસ્તૃત ચર્ચા-વિચારણા બાદ બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ માનસિંહ પરમાર દ્વારા પ્રદેશ બક્ષીપંચ મોરચાના નવા પદાધિકારીઓ તેમજ આઈ.ટી., સોશિયલ મીડિયા અને મીડિયા વિભાગના હોદ્દેદારોની સંગઠનાત્મક નિમણૂકો જાહેર કરવામાં આવી છે.

પ્રદેશ બક્ષીપંચ મોરચાના નવા હોદ્દેદારોની વિગત:

 * પ્રદેશ ઉપાધ્યક્ષ: પ્રકાશભાઈ નરહરીલાલ મોદી (ભરૂચ), નિલકુમાર પ્રેમશરન રાવ (નર્મદા), ભરતભાઈ મેર (ભાવનગર જિલ્લો), મોમાયાભાઈ ગઢવી (સુરત), રામસિંહભાઈ ગોરીયા (દેવભૂમિ દ્વારકા), દિનેશભાઈ પટેલ (નવસારી), ભુપેન્દ્રભાઈ બસીયા (અમરેલી), દિનેશભાઈ મેવાડા (બનાસકાંઠા) અને રાજુભાઈ ચૌધરી-પટેલ (અરવલ્લી).

 * પ્રદેશ મહામંત્રી: અનિમેષભાઈ માળી (સુરત શહેર).

 * પ્રદેશ મંત્રી: તેજલબેન નાઈ (ગાંધીનગર શહેર), ગીતાબેન નિર્મલસિંહ ચૌહાણ (દાહોદ), ગૌતમભાઈ ગોસ્વામી (રાજકોટ શહેર), હસમુખભાઈ છોટાભાઈ બારૈયા (છોટા ઉદેપુર), દિનેશભાઈ પ્રજાપતિ (વલસાડ), શૈલેષભાઈ ધોપાલ (સુરેન્દ્રનગર), વિજયસિંહ વણઝારા (સાબરકાંઠા), દિનેશભાઈ રાયમલ દેસાઈ (મહેસાણા) અને ગણપતભાઈ પઢીયાર (આણંદ).

 * પ્રદેશ કોષાધ્યક્ષ: ડૉ. સુનિલભાઈ કહાર (વડોદરા શહેર).

 * પ્રદેશ કાર્યાલય મંત્રી: નિલેશભાઈ જણસારી (કર્ણાવતી).

મોરચા અંતર્ગત વિવિધ વિભાગોની જવાબદારી:

 * આઈ.ટી. વિભાગ: જીગર ભીખુભાઈ નાયક (કર્ણાવતી)ને સંયોજક તથા દિવ્યેશ હસમુખભાઈ પંચાલ (ગાંધીનગર જિલ્લો)ને સહ સંયોજક બનાવવામાં આવ્યા છે.

 * સોશિયલ મીડિયા વિભાગ: બાબાભાઈ જીવાભાઈ રબારી (નવસારી)ને સંયોજક અને પ્રતિક (કિશન) સી. બારોટ (મહેસાણા)ને સહ સંયોજક તરીકે જવાબદારી સોંપાઈ છે.

 * મીડિયા વિભાગ: નરેશભાઈ ભોગીલાલ નાગોરા (કર્ણાવતી)ને સંયોજક તથા પ્રકાશભાઈ રામી (અમદાવાદ જિલ્લો)ને સહ સંયોજકની નિમણૂક આપવામાં આવી છે.

(1:16 PM IST)