તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
ગુજરાત પ્રદેશ પ્રભારી તરુણ ચુઘજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીનો વડોદરા જિલ્લાનો સંગઠનાત્મક પ્રવાસ યોજાયો : વડોદરા જિલ્લાના પ્રવાસ સાથે તરુણ ચુઘજીનો ગુજરાતના ૬ જિલ્લા-મહાનગરનો સંગઠનાત્મક પ્રવાસ સંપન્ન
૮ થી ૧૨ સપ્ટેમ્બર દરમિયાન પાંચ દિવસના સંગઠનાત્મક પ્રવાસ અંતર્ગત તરુણ ચુઘજીએ ગાંધીનગર મહાનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને વડોદરા જિલ્લા ખાતે ભાજપા પદાધિકારીઓ, ચુંટાયેલા સભ્યો, સહકારી આગેવાનો સાથે વિવિધ બેઠકો યોજી માર્ગદર્શન આપ્યું

અમદાવાદ તા.૧૨ : ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રભારી તરુણ ચુઘજી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીનો વડોદરા જિલ્લાનો સંગઠનાત્મક પ્રવાસ યોજાયો હતો. પ્રવાસ દરમિયાન સંગઠનની કામગીરીની સમીક્ષા, સંગઠનને વધુ સક્રિય અને મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન તેમજ જનસેવા સાથે સંગઠનના વધુ સુદૃઢ સંકલન અંગે જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે વિવિધ બેઠકો યોજાઈ હતી.
વડોદરા જિલ્લા સંગઠનાત્મક પ્રવાસ દરમિયાન પ્રદેશ પ્રભારી તરુણ ચુઘજી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ સંગઠનના પદાધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સહકારી આગેવાનો તેમજ જિલ્લા સંકલન સમિતિ સાથે ક્રમશ: બેઠકો યોજી સંગઠનની સક્રિય કામગીરી, સંગઠનાત્મક આયોજન, સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે વિગતવાર ચર્ચા કરી હતી. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને સહકારી આગેવાનો સાથેની બેઠકમાં સ્થાનિક સતત જનસંપર્ક અને જનસેવાના કાર્યો દ્વારા પ્રજાની સમસ્યાના ઝડપી નિરાકરણ તથા ભાજપા સરકારની વિવિધ યોજનાઓ સેચ્યુરેશન સાથે પ્રત્યેક લાભાર્થી સુધી પહોંચાડવા હાકલ કરી હતી. જિલ્લા સંકલન સમિતિ સાથેની બેઠકમાં સંગઠનાત્મક તથા જનહિતલક્ષી કામગીરીના વધુ સુચારુ સંકલન અને પ્રભાવી અમલવારી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ હેમાંગભાઈ જોશી, પ્રદેશ ઉપાધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, જિલ્લા ભાજપા અધ્યક્ષ બી. જે. બ્રહ્મભટ્ટ, પ્રભારી ડૉ. ઋત્વિજભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ, સહકારી આગેવાનો, અગ્રણીઓ, અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.તેમ ગુજરાત ભાજપ પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ
પ્રશાંત વાળાની યાદીમાં જણાવાયું છે.
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
