<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં ચાલતી હડતાળ સમેટાઈ:રાજ્ય સરકાર વચ્ચે યોજાયેલી બેઠકમાં સકારાત્મક નિર્ણય

સરકાર દ્વારા 5 સભ્યોની વિશેષ કમિટીની રચનાની જાહેરાત; ભાડૂઆત અને મિલકતના કેસોની સત્તા અદાલત પાસે જ અકબંધ રહેશે, આવતીકાલથી કોર્ટનું કામકાજ રાબેતા મુજબ શરૂ થશે.

અમદાવાદ :રાજ્યમાં નવા ભાડા વિધેયકના કાયદાકીય માળખા અને જોગવાઈઓના વિરોધમાં વકીલો દ્વારા છેલ્લા 6 દિવસથી ચલાવવામાં આવી રહેલી સળંગ હડતાલનો આખરે સુખદ અંત આવ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હોદ્દેદારો અને રાજ્ય સરકાર વચ્ચે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં સકારાત્મક નિર્ણય લેવાતા સમગ્ર વકીલ આલમમાં અને પક્ષકારોમાં ભારે રાહત જોવા મળી છે. સરકાર દ્વારા સ્પષ્ટ ખાતરી આપવામાં આવી છે કે ભાડૂઆત અને મિલકત સંબંધિત કોઈપણ વિવાદની સત્તા અગાઉની પ્રણાલી મુજબ જ ન્યાયિક સત્તામંડળ (જ્યુડિશિયરી) પાસે અકબંધ રહેશે. સરકારના આ સત્તાવાર આશ્વાસન અને બાંહેધરી બાદ વકીલોએ પોતાનો ઉગ્ર વિરોધ સમેટી લીધો છે અને આવતીકાલથી જ રાજ્યની તમામ અદાલતોમાં કાનૂની કામગીરી રાબેતા મુજબ પુનઃ શરૂ થઈ જશે.

 

(8:54 PM IST)