<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું છ માસિક કેલેન્ડર જાહેર : જાણો ક્યારે લોઅર લેવલ અને હાયર લેવલ ખાતાકીય પરીક્ષા

જાણો વર્ષ 2026 ના સમયગાળા દરમિયાન યોજાનારી વિવિધ વિભાગીય અને સીધી ભરતીની આગામી પરીક્ષાઓનું સંભવિત ટાઇમટેબલ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આગામી સમય માટે પરીક્ષાઓનું આયોજન દર્શાવતું છ માસિક પરીક્ષા કેલેન્ડર જાહેર કરવામાં આવે છે. ઉમેદવારો સત્તાવાર અપડેટ્સ જોવા માટે મંડળની સત્તાવાર વેબસાઇટ GSSSB Calender નો ઉપયોગ કરી શકે છે. 

મંડળ દ્વારા હાલના વર્ષ 2026 ના સમયગાળા દરમિયાન યોજાનારી વિવિધ વિભાગીય અને સીધી ભરતીની પરીક્ષાઓનું આયોજન નીચે મુજબ નક્કી કરવામાં આવ્યું છે

  • કુલ  776 જગ્યાઓ માટે તાજેતરમાં જૂન 2026 સુધી અરજીઓ મંગાવવામાં આવી હતી, જેની પરીક્ષા તારીખો ટૂંક સમયમાં જાહેર થશે.
  •  અંદાજે 5,370 થી વધુ ક્લાર્ક અને વર્ગ-૩ ની જગ્યાઓ માટેની કમ્બાઈન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન (CCE) ના આયોજન અંગેની વિગતો પણ પ્રક્રિયા હેઠળ છે. 

 

આગામી પરીક્ષાઓનું સંભવિત ટાઇમટેબલ

  • જુનિયર ફાર્માસિસ્ટ (વર્ગ-૩) (SRD): 01 જુલાઈ 2026
  • અધિક મદદનીશ ઈજનેર (વિદ્યુત) (વર્ગ-૩) (SRD): 15 જુલાઈ 2026
  • લોઅર લેવલ ખાતાકીય પરીક્ષા (જુદા-જુદા કર્મચારીઓ માટે): 16 જુલાઈ 2026
  • હાયર લેવલ ખાતાકીય પરીક્ષા (જુદા-જુદા કર્મચારીઓ માટે): 22 જુલાઈ 2026
  • અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક) (વર્ગ-૩): 31 ઓગસ્ટ 2026
  • રેડીયોથેરાપી ટેકનીશીયન (વર્ગ-૩): 31 ઓગસ્ટ 2026  

(10:34 PM IST)