<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશન દ્વારા સાળંગપૂરમાં કાલથી બેદિ'૫૦મી ગોલ્‍ડન જ્‍યુબિલીની ઉજવણી

રાજકોટઃ તા.૩૦, ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખશ્રી મનીષભાઈ પટેલ તથા માનદ મંત્રી રતનલાલ શર્માએ જણાવ્‍યા મુજ  ગુજરાતના ચા વેપાર ક્ષેત્રમાં સતત પાંચ દાયકાથી સેવા, સંસ્‍થા અને વેપારી એકતાનું કાર્ય કરતી ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશન (GTTA) પોતાની સ્‍થાપનાના ૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ગોલ્‍ડન જ્‍યુબિલી મહોત્‍સવનું ભવ્‍ય આયોજન કરાયું છે.

આ ઐતિહાસિક ગોલ્‍ડન જ્‍યુબિલી મહોત્‍સવનું આયોજન ૧ અને ૨ ઓક્‍ટોબર,  કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, સાળંગપુર ધામ, તાલુકો બોટાદ ખાતે કરવામાં આવ્‍યું છે.

આ બે દિવસીય કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી અંદાજે ૭૦૦ જેટલા ચા વેપારી સભ્‍યો ઉપસ્‍થિત રહેશે. સાથે સાથે આસામ, કલકત્તા સ્‍ટેટ અગ્રણી વેપારીઓ તથા બ્રોકરો પ્રોડ્‍યુસરો તેમજ દક્ષિણ ભારતમાંથી આગ્રહ તથા વ્‍યાપારીઓ ઉપસ્‍થિત રહેશે.સિલિગુડી તેમજ ટી બોર્ડ ઓફ ઇન્‍ડિયા સહિત થા ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ આગેવાનો અને હોદ્દેદારો પણ આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્‍થિત રહેશે. 

આ પ્રસંગે ચા ઉદ્યોગ સામેના પડકારો, નવી તકો અને આવનારા સમયમાં ચા વેપારને વધુ મજબૂત બનાવવા માટેની દિશા અંગે વિચાર-મંથન કરવામાં આવશે.

આ ઐતિહાસિક પ્રસંગે ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશનની વર્ષ ૨૦૨૬-૨૮ની નવી કારોબારીની જાહેરાત પણ કરવામાં આવશે. સાથે સાથે ગોલ્‍ડન જ્‍યુબિલીની યાદગીરીરૂપે ગુજરાતના તમામ સભ્‍ય વેપારી મિત્રો માટે વિશેષ યાદગાર સંભારણું પણ આપવામાં આવશે. બે દિવસનો ભવ્‍ય અને રંગારંગ કાર્યક્રમમાં તારીખ ૧ ઓક્‍ટોબર, ૨૦૨૬ના રોજ મહેમાનોનું સ્‍વાગત, ભવ્‍ય સાંસ્‍કળતિક કાર્યક્રમ અને ડાયરો સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. તારીખ ૨ ઓક્‍ટોબર, ૨૦૨૬ના રોજ દીપ પ્રાગટય, મહાનુભાવોના સ્‍વાગત, પ્રેરણાદાયી ઉદઘાટન, આમંત્રિત મહેમાનોનું સંબોધન, ગોલ્‍ડન જ્‍યુબિલી ઉજવણી, પૂર્વ પ્રમુખો તથા માનદ મંત્રીઓનું સન્‍માન, સામાન્‍ય સભા, સંભારણાંનું વિતરણ તથા સ્‍નેહમિલન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.

(3:23 PM IST)