<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

વડાપ્રધાન મોદીની ડોમેસ્ટિક ટૂરિઝમની અપીલને ગુજરાતના ટૂર ઓપરેટરોનું પૂરેપૂરું સમર્થન

ગુજરાતમાંથી દર વર્ષે વિદેશ પ્રવાસનું અંદાજે 1500 કરોડ રૂપિયાનું મોટું બજાર પરંતુ હવે લોકોમાં સ્વદેશી પ્રવાસનો આગ્રહ વધ્યો

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવેલી ડોમેસ્ટિક ટૂરિઝમની અપીલને ગુજરાતના ટૂર ઓપરેટરોનું પૂરેપૂરું સમર્થન મળ્યું છે. અત્યાર સુધી ગુજરાતમાંથી દર વર્ષે વિદેશ પ્રવાસનું અંદાજે 1500 કરોડ રૂપિયાનું મોટું બજાર કાર્યરત હતું, પરંતુ હવે લોકોમાં સ્વદેશી પ્રવાસનો આગ્રહ વધ્યો છે.

   ટૂર ઓપરેટરોના જણાવ્યા મુજબ, વિદેશ પ્રવાસના નવા બુકિંગમાં મોટો ઘટાડો નોંધાયો છે અને હવે ઓપરેટરો દેશના વિવિધ લોકેશન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. હાલમાં માત્ર જૂના બુકિંગ ધરાવતા લોકો જ વિદેશ જઈ રહ્યા છે, જ્યારે અન્ય લોકો દેશના પ્રવાસન સ્થળોને પ્રાધાન્ય આપી રહ્યા છે. આ પરિવર્તનથી ભારતીય પ્રવાસન ઉદ્યોગને નવી ઊંચાઈઓ મળશે તેવી આશા છે.

(12:20 AM IST)