News of Wednesday, 3rd June 2026
ગુજરાતમાં હસ્તકલા સેતુ યોજના હેઠળ રૂા. ૧૦૨.૦૮ કરોડનું વેચાણ
૫૦,૦૦૦થી વધુ રોજગારીનું સર્જનઃ હાલના ૫,૯૦૦થી વધુ કારીગરોને વધારાની સહાય અને માર્ગદર્શન મળ્યું

અમદાવાદ તા.૩: ગુજરાતની સમૃદ્ધ હસ્તકલા પરંપરા સદીઓથી દેશ-વિદેશમાં પોતાની વિશિષ્ટ ઓળખ ધરાવે છે. વૈશ્વિક સ્પર્ધાના સમયમાં આ કારીગરોને સશક્ત બનાવવું સમયની મોટી જરૂરિયાત બની છે. ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૦માં હસ્તકલા સેતુ યોજના(HSY)શરૂ કરી હતી. જે આજે કલા કારીગરો માટે મજબૂત આર્થિક પ્રોત્સાહનનો સેતુ સાબિત થઈ છે.
ગુજરાતમાં હસ્તકલા સેતુ યોજનાનું અસરકારક અમલીકરણ કરવામાં આવ્યું છે, જેના કારણે રાજ્યના હજારો કારીગરોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. આ યોજનાનું અમલીકરણ કુટિર અને ગ્રામોદ્યોગ કમિશનરની કચેરી હસ્તક ઇન્ડેક્સ્ટ-સી દ્વારા કરવામાં આવી રહ્યું છે, જ્યારે ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (EDII)એ આ યોજનામાં નોલેજ પાર્ટનર તરીકે મહત્વની ભૂમિકા ભજવી છે. આ યોજના પર રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂા. ૫૮ કરોડ ખર્ચવામાં આવ્યા છે.
આ યોજના ગુજરાતના તમામ ૩૪ જિલ્લાઓમાં અમલી બનાવવામાં આવી છે. યોજના હેઠળ અત્યારસુધીમાં ૨૧,૬૯૦થી વધુ કારીગરોની નોંધણી કરવામાં આવી છે. જેમાંથી ૮૨ ટકા મહિલાઓ છે. હસ્તકલા સેતુ યોજના હેઠળ કારીગરોને આત્મનિર્ભર બનાવવા માટે વ્યાપક તાલીમ પણ આપવામાં આવી છે. ૧૫,૫૮૬ કારીગરોને ઉદ્યોગસાહસિકતા વિકાસ તાલીમ આપવામાં આવી છે, જ્યારે ૯,૨૯૨ કારીગરોને તેમના ક્ષેત્ર સાથે સંબંધિત વિશિષ્ટ કૌશલ્ય તાલીમ મળી છે.
આ ઉપરાંત બજાર સાથે જોડાણ આ યોજનાનું સૌથી મજબૂત પાસું છે. લગભગ ૯,૩૦૦ કારીગરોને B2B ઑર્ડર દ્વારા સીધા બજાર સાથે જોડવામાં આવ્યા છે. આ સિવાય ૭ ગ્૨ગ્ મીટ અને ૪ ફેશન શો દ્વારા કારીગરો અને ડિઝાઇનરો વચ્ચે મજબૂત સંવાદ સ્થાપિત થયો છે. ડિજિટલ યુગને અનુરૂપ ૨,૦૦૦થી વધુ કારીગરોને ડિજિટલ માર્કેટિગની તાલીમ આપીને તેમને એમેઝોન (Amazon),ફિલપકાર્ટ સમર્થ (Flipkart Samarth),મિશો (Meesho) અને ચ્દ્દતક્ક જેવા ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર જોડવામાં આવ્યા છે.
આ યોજનાનો આર્થિક પ્રભાવ પણ ખૂબ જ અસરકારક રહ્યો છે. આ યોજના હેઠળ, અત્યાર સુધીમાં રુા.૧૦૨.૦૮ કરોડનું કુલ વેચાણ નોંધાયું છે અને ૫૦,૦૦૦થી વધુ નવા રોજગારના અવસરો ઊભા થયા છે. વધુમાં હાલના ૫,૯૦૦થી વધુ કારીગરોને વધારાની સહાય અને માર્ગદર્શન મળ્યું છે.
આ યોજના હેઠળ અગાઉ માત્ર ૯ ટકા કારીગરો જ રૂા. ૧૫,૦૦૦થી વધુ માસિક આવક મેળવી શકતા હતા, જ્યારે આજે આ આંકડો ૫૦ ટકા સુધી વધી ગયો છે. હસ્તકલાને આવકના મુખ્યસ્ત્રેત તરીકે અપનાવનાર કારીગરોની સંખ્યા પણ ૨૦ ટકાથી વધીને ૪૫ ટકા થઈ છે. ઉપરાંત; ૭૩ ટકા કારીગરો હવે પ્રદર્શનો અને મેળાઓ દ્વારા સીધા બજાર સુધી પહોંચ બનાવી રહ્યા છે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
