<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

અમદાવાદમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મના બનાવ બાદ ગુજરાત યુનિવર્સિટી એક્શન મોડમાં: વેરિફિકેશન વગરના 57 સિક્યુરિટી ગાર્ડને છૂટા કરાયા

માત્ર પોલીસ વેરિફિકેશન થયેલ હોય તેવા ગાર્ડને જ ડ્યુટી પર રાખવા સૂચના અપાઈ

અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા વિદ્યાર્થીની પર કરવામાં આવેલા બળાત્કારની ગંભીર ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટી પ્રશાસન સફાળું જાગ્યું છે. યુનિવર્સિટી તંત્ર દ્વારા પોલીસ વેરિફિકેશન વગરના સિક્યુરિટી ગાર્ડ્સને તાત્કાલિક અસરથી છૂટા કરવા માટે આદેશ જારી કરાયો છે અને માત્ર પોલીસ વેરિફિકેશન થયેલ હોય તેવા ગાર્ડને જ ડ્યુટી પર રાખવા સૂચના અપાઈ છે. આ નિર્ણયના પગલે પેન્થર એજન્સીના અંદાજિત 57 જેટલા સિક્યુરિટી ગાર્ડ્સને છૂટા કરી દેવામાં આવ્યા છે, જેમને હવે યુનિવર્સિટીમાં કોઈ ડ્યુટી આપવામાં આવશે નહીં.

 

(6:52 PM IST)