News of Tuesday, 12th May 2026
પીએમ મોદીની અપીલ બાદ ગુજરાત યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય :સ્ટાફ માટે ‘કાર પુલિંગ’ લાગુ કરાશે
પીએમ મોદીની પેટ્રોલ-ડીઝલ બચાવવાની અપીલ બાદ ગુજરાત યુનિવર્સિટી એક્શનમાં. સ્ટાફ માટે ‘કાર પુલિંગ’ નો નિર્ણય લેવાયો. જાણો કેમ વર્ક ફ્રોમ હોમ લાગુ ન કરાયું.

અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં પશ્ચિમ એશિયાના યુદ્ધ સંકટને પગલે દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલ બચાવવા અને વર્ક ફ્રોમ હોમ કરવા માટે ખાસ અપીલ કરી હતી. પીએમની આ અપીલની સૌથી પહેલી અને સકારાત્મક અસર ગુજરાતમાં જોવા મળી છે. ગુજરાત યુનિવર્સિટી દેશની પ્રથમ એવી સરકારી યુનિવર્સિટી બની છે, જેણે પોતાના સ્ટાફ માટે ઇંધણ બચાવવા ‘કાર પુલિંગ’ નો મહત્વપૂર્ણ નિર્ણય લીધો
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનની ઇંધણ બચતની અપીલને સમર્થન આપવા માટે કર્મચારીઓ અને અધિકારીઓ માટે આ ખાસ નિર્ણય લેવાયો છે.
જે કર્મચારીઓ કે અધિકારીઓ પોતાની કાર લઈને યુનિવર્સિટી આવે છે, તેમણે હવે પોતાના રૂટ પર આવતા, આસપાસ કે નજીકના વિસ્તારમાં રહેતા અન્ય કર્મચારીઓને પોતાની સાથે કારમાં લઈને આવવાનું રહેશે.
આનાથી કેમ્પસમાં આવતા વાહનોનો વપરાશ ઘટશે અને પેટ્રોલ-ડીઝલની મોટી બચત થશે. આ અંગેનો સત્તાવાર પરિપત્ર પણ ટૂંક સમયમાં યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવશે.
(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
