<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

ગુજરાત હવે વર્લ્‍ડ ક્‍લાસ ડેટા-પ્રોસેસિંગ સેન્‍ટર્સ માટેનું હબ બનશે

કાલે નવી ડેટા સેન્‍ટર્સ માટેની નવી નીતિ જાહેર કરાશેઃ રોકાણકારોને આકર્ષવા વિશેષ પ્રોત્‍સાહનો અપાશે : વિપુલ પ્રમાણમાં ઊર્જા ખપત થતી હોવાથી રોકાણકોરને મહત્તમ બિન પરંપરાગત ઊર્જા વપરાશ માટે પ્રોત્‍સાહિત કરાશે

અમદાવાદ,તા.૮: ગુજરાત સરકાર ફાયનાન્‍સિયલ હબ એવા ગિફટ સિટી સહિત રાજ્‍યમાં વર્લ્‍ડ ક્‍લાસ ડેટા-પ્રોસેસિગ સેન્‍ટર્સ ઊભા કરવા માટે રોકાણકારોને આકર્ષવા એક વિશેષ પોલિસીની જાહેરાત કરવાની તૈયારી કરી છે. સંભવતઃ ગુરુવારે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ અને નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવી, સાયન્‍સ એન્‍ડ ટેક્રોલોજીમંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્‍થિતિમાં ડેટા સેન્‍ટર્સ પોલિસીની જાહેરાત થશે.

રાજ્‍યના સાયન્‍સ એન્‍ડ ટેક્રોલોજી વિભાગે કોરોના કાળ વેળા ૨૦૨૨માં તેની ઈન્‍ફર્મેશન ટેક્રોલોજી (આઈટી) અને ઈન્‍ફર્મેશન ટેક્રોલોજી એનેબલ સર્વિસીસ (આઈઈટીસ) માટેની માર્ચ, ૨૦૨૭ સુધીની એક આકર્ષક નીતિ જાહેર કરી હતી. જેમાં ડેટા સેન્‍ટર્સ માટે પણ ખાસ પ્રોત્‍સાહનો આપવાની જોગવાઈ સૂચવવામાં આવી હતી. જોકે, ગિફટ સિટીમાં વ્‍યાપક પ્રમાણમાં ફાયનાન્‍સિયલ ક્ષેત્રની કંપનીઓએ પોતાના કામકાજ શરૂ કર્યા છે ત્‍યારે હવે વિશ્વરભરમાંથી ડેટા-પ્રોસેસિગ સેન્‍ટર્સ માટેની કંપનીઓને ગુજરાતમાં તેમના કામકાજ માટે માર્ગ મોકળો કરતી એક પ્રતિબધ્‍ધિત નીતિ તૈયાર કરવામાં આવી છે, તેમ જણાવીને સૂત્રો ઉમેરે છે કે, આ નીતિમાં તાજેતરમાં જાહેર કરાયેલી નીતિ ઉપરાંતના વિશેષ પ્રોત્‍સાહનો ઓફર કરવામાં આવશે.

ઔદ્યોગિક નીતિમાં જાહેર કરાયેલા પ્રોત્‍સાહનોની સાથે સરકાર મૂડીગત, ઊર્જા ક્ષેત્રે કેટલીક રાહતો આપી શકે છે. જોકે, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગણા, મહારાષ્ટ્ર, દિલ્‍હી એનસીઆર જેવા પ્રદેશો પણ આવા ડેટા સેન્‍ટર્સ માટે આક્રમક રીતે માર્કેટિગ કરી રહ્યા છે તેને પણ આ નીતિમાં ધ્‍યાનમાં રાખી પ્રોત્‍સાહનો અપાશે. ખાસ કરીને ડેટા સેન્‍ટરમાં સૌથી વધારે ઊર્જા (ઈલેક્‍ટ્રિસિટી) નો વપરાશ થતો હોય છે ત્‍યારે ગુજરાત સરપ્‍લસ પાવર ધરાવતું રાજ્‍ય છે અને એમાંય બિનપરંપરાગત ઊર્જામાં હવે તેનો ફાળો નોંધપાત્ર રીતે વધી રહ્યો છે એ સંજોગોમાં ડેટા સેન્‍ટર્સ માટે મહત્તમ બિન પરંપરાગત ઊર્જાનો ઉપયોગ કરવાનું ફરજિયાત કરાશે. ડેટા સેન્‍ટર્સ ઊભા કરવા માટે રોકાણકારોને પ્રતિ યુનિટ એકથી દોઢ રૂપિયાનો દર બિનપરંપરાગત ઊર્જાની છે અને કચ્‍છમાં શરૂ થનાર હાઇબ્રિજ એનર્જી પાર્ક કાર્યરત થયા બાદ સાઠ હજાર મેગાવોટથી વધારે ક્ષમતા ઊભી થશે. રાજ્‍યના જુદા જુદા વિસ્‍તારોમાં ડેટા સેન્‍ટર ઊભા કરવા આગળ આવનાર કંપનીઓને જરૂરી પાણી પુરવઠો માટે ડિસેલિનેશન પ્‍લાન્‍ટ માટે પ્રોત્‍સાહિત કરશે. રાખવામાં આવી શકે છે. હાલ રાજ્‍યમાં વીસ હજાર મેગાવોટથી વધારે ક્ષમતા

અહીં નોંધવુ જરૂરી છે કે, કર્ણાટક રાજ્‍ય ફાયનાન્‍સિયલ પ્રોત્‍સાહનોની સાથોસાથ અનઈન્‍ટરટેડ પાવર સપ્‍લાય સાથે ડેટા સેન્‍ટર્સ અને તેને લગતી માળખાકીય સુવિધા માટે સિગલ વિન્‍ડો ક્‍લિયન્‍સ ઓફર કરે છે. જ્‍યારે તામિલનાડુ દ્વારા મકાન બાંધકામના નિયમોમાં કેટલીક મહત્ત્વની છૂટછાટ આપવા સાથે રિન્‍યુએબલ એનર્જી અને કિમતમાં સબસિડી તથા ઝડપી મંજૂરીઓ આપવાની વ્‍યવસ્‍થા કરી છે. ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર માટે સબસિડી આપવામાં આવે છે. ઉત્તરપ્રદેશ દ્વારા જમીનની ગુજરાતે તેની આઈટી-આઈઈટીસ નીતિ (૨૦૨૨-૨૭)માં પણ કેપેક્‍સ અને ઓપેક્‍સ એટલેકે અનુક્રમે કેપિટલ ખર્ચમાં ૫૦ કરોડની મર્યાદામાં રિએમ્‍બર્સ મેન્‍ટ તેમજ મેગા પ્રોજેક્‍ટ માટે રૂ.૨૦૦ કરોડની મહત્તમ મર્યાદા ઓફર કરી છે. આજ રીતે ઓપરેશન એક્‍સપેન્‍ડિટર (ઓપેક્‍સ) માટે દર વર્ષે રૂ.૨૦ કરોડની મહત્તમ મર્યાદામાં ૧૫ ટકા લેખે ઓપરેશન એક્‍સપેન્‍ડિચર રિએમ્‍બર્સ કરવાતથા મેગા પ્રોજેક્‍ટ માટે રૂ.૪૦ કરોડની મર્યાદામાં પાંચ વર્ષ માટે ઓફર કરવામાં આવે છે. આ સહિતના પ્રોત્‍સાહનો ડેટા સેન્‍ટર પોલિસીમાં યથાવત રખાશે કે કેમ તેના પર સૌની નજર છે.

(9:56 AM IST)