તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
ગુજરાતનું બજેટ ચુંટણીલક્ષી ફુલગુલાબી આવશેઃ દિવાળી પછી બેઠકોનો દોર
ર૦રપ-ર૬ના વર્ષનું બજેટ ૩.૭૦ લાખ કરોડનું, નવા નાણાકીય વર્ષનું બજેટ એનાથી મોટુ રહેશે : દુષ્કાળગ્રસ્ત વિસ્તારો અને જેન-ઝી (યુવાનો) માટે વિશેષ જોગવાઇઃ ખેડૂતો-મહિલાઓ માટે યોજનાઓ આવશેઃ નવા કરવેરા નહિ

રાજકોટ તા. ર૦ :.. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરી ર૦ર૭ માં મળનાર છે. જેમાં રાજયનું વર્ષ ર૦ર૬-ર૦ર૭ ના વર્ષનું બજેટ રજૂ થશે. નાણામંત્રીશ્રી કનુભાઇ પટેલ બજેટ રજુ કરશે. ડીસેમ્બર ર૦ર૭ માં ધારાસભાની ચૂંટણી આવી રહી હોવાથી ચૂંટણી પૂર્વનું અંતિ બજેટ નવા કરવેરા વગરનું ફુલગુલાબી બની રહેવાના એંધાણ છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે વિશેષ જોગવાઇ કરવામાં આવશે. બજેટનું કદ અભૂતપૂર્વ ૪ લાખ કરોડ આસપાસ રહેવાની ધારણા છે.
ગુજરાત સરકારના નાણાંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા વિધાનસભામાં વર્ષ ર૦રપ-ર૬ માટે કુલ રૂા. ૩,૭૦,રપ૦ કરોડ (રૂા. ૩.૭૦ લાખ કરોડ)નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટનો મુખ્ય ઉદેશ્ય વર્ષ ર૦ર૪૭ સુધીમાં વિકસિત ગુજરાતના નિર્માણ કરવાનો છે. રાજયનું કુલ આંતરિક ઉત્પાદન (જીએસડીપી) વર્ષ ર૦રપ-ર૬ માટે અંદાજે રૂા. ર૭,૮ર,૦૩ર કરોડ આંકવામાં આવ્યું છે. જે અગાઉના વર્ષની સરખામણીએ આશરે ૧ર ટકાનો વૃધ્ધિ દર દર્શાવે છે.
આગામી સમયમાં યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી કરવા પર વિશેષ ભાર મૂકવાાં આવ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં શિક્ષણ અને યુવા સશકિતકરણ - શૈક્ષણિક માળખાકીય સુવિધાઓ, સ્માર્ટ કલાસરૂમ અને સ્કુલ ઓફ એકસેલન્સ માટે વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
નાગરીકોને ઉત્તમ તબીબી સેવાઓ મળી રહે તે માટે આયુષ્માન ભારત યોજના અને સરકારી હોસ્પિટલોના આધુીનકીકરણ માટે મોટું ભંડોળ ફાળવાયું છે.
કૃષિ અને સહકાર, ખેડૂતોને સિંચાઇ માટે વિજળી, સમયસર પાણી અને આધુીનક કૃષિ સાધનો માટે સહાયતા આપવાની જોગવાઇઓ કરાઇ છે. હાલ આ બજેટ અંતર્ગત કામગીરી થઇ રહી છે.
બજેટ પુર્વે વાઇબ્રન્ટ સમીટ છે. વર્ષ ર૦ર૬-ર૭ના વર્ષના રાજયના બજેટને આકર્ષક બનાવવા ચર્ચા શરૂ થઇ ચુકી છે. વિભાગવાર વિધિવત બેઠકો દિવાળી પછી શરૂ થશે. આ વખતે દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે રાહત ઉપરાંત જેન-ઝી તરીકે પ્રચલીત યુવા વર્ગ માટે ધરખમ જોગવાઇઓ કરવામાં આવે તેવી પ્રબળ શકયતા છે. મહિલાઓ અને ખેડુતો માટે નવી યોજનાઓ આવી શકે છે. કોઇ નોંધપાત્ર નવા કરવેરા નહિ હોય પણ અમુક ક્ષેત્રમાં કરરાહત આવે તેવી શકયતા સરકારી વર્તુળો દર્શાવી રહયા છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
