<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

અને અમદાવાદમાં ૨૫૦ વિકલાંગ લોકોનો ગુજરાતનો વિશાળ રાસ ઉત્‍સવ થયો

રોજ ફરજ સાથે લોકોની લાગણીને માન આપી શેરી ગરબીથી મોટા આયોજનમાં જતા સીપી અનુપમસિંહ ગેહલોતને અચાનક વિકલાંગ લોકોની રાસ રમવાની ખુશીનું શું? પતિની વ્‍યથા જાણી પત્‍ની સંધ્‍યાંબેને સાથે રહી મોટુ આયોજન કર્યું, ડીસીપી હેડ ક્‍વાટર્સ સહીત સ્‍ટાફે સ્‍વપ્‍ન સાકાર કર્યું: વાયરલ ન્‍યૂઝનું વિશેષ લોકો ખુરશી, વ્‍હીલચેરમાં બેસી પોલિસ કમિશનર અને પોલિસ અધિકારીઓ, સ્‍ટાફ સાથે રમ્‍યાઃ અમદાવાદ પોલિસનો દિલથી આભાર માન્‍યોઃ પોલિસ કમિશનર અને તેમના પત્‍નીને હર્ષના આંસુ સાથે આશીર્વાદ પાઠવ્‍યા ત્‍યાંરે લાગણીના ઘોડાપૂર ઉમટયા

રાજકોટ તા.૨૧: રાજસ્‍થાનથી  પેઢીઓ અને પેઢીઓથી ઉત્તરપ્રદેશમાં વતન, અહીં ઉછેર, અભ્‍યાસ બાદ ગુજરાત કેડરમાં ips તરીકે નિમણુંક પછી તુરંત દૂધમાં સાકર માફક ભળી ગયેલા અમદાવાદ પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ગુજરાતને પોતાનું વતન માની રહ્યા છે, યોગાનું યોગ અનુપમસિંહ ગેહલોત માફક શ્રીમતી સંધ્‍યાબેન ગેહલોત પણ પતિ માફક ખૂબ માનવીય અભિગમ ધરાવે છે. આવા સિનિયર ips ને એક વિચાર આવ્‍યો કે, આમ માનવી હોય કે ખાસ માનવી તમામ નવરાત્રી ઉત્‍સવ ઉમંગભેર અને ઉત્‍સાહભેર માણે છે, પણ શારીરિક રીતે વિકલાંગ લોકો કે જેમાં વડીલો પણ છે? એમની ભક્‍તિ, ખુશીનું શું? તેવોને અભિવ્‍યક્‍તિ કરવાનું પ્‍લેટફોર્મ કયુ?

રોજ તેવો ફરજ સાથે શેરી ગરબા, મોટા ગરબા સ્‍થળે લોકોના લાગણીભર્યા નિમંત્રણ ને કોઈ મોટપ બતાવ્‍યા વગર જાય, અહીં જતા વેત તેમને વિક્‍લાંગ લોકોનો વિચાર આવે અને બહારથી આનંદ પણ મનમાં વિષાદ, પતિ કોઈ વાત લઈ ઉદાશ હોવાનું પત્‍ની સંધ્‍યાબેનને સમજતા વાર ન લાગી, અને કારણ પૂછયું? અને અનુપમસિંહ ગેહલોતે ભારે હૈયે કારણ દર્શાવ્‍યું. આમ અમદાવાદ પોંલિસ દ્રારા, વિકલાંગ સંસ્‍થાઓનો કોન્‍ટેક્‍ટ કરી, પોલિસ હેડ ક્‍વાટર જેવા વિશાળ સ્‍થળે ૨૫૦ જેટલા વિક્‍લાંગ લોકો (વડીલો) સાથે તેવો ખુરશીમાં, વહીલ ચેરમાં સરખી રીતે બેશી શકે તેવી અદભુત વ્‍યવસ્‍થા ડીસીપી હેડ કવાટર ટીમ દ્રારા ગોઠવવામાં આવી અને ગુજરાતના ઇતિહાસનું અફવતીય અયોજન થયું.

વિકલાંગ વડીલો, લોકો, ભાઈ, બહેનો દ્વારા ગેહલોત દંપત્તિ પર ખુશીના આંસુ સાથે આશીર્વાદ વરસાવી અમદાવાદ પોંલીસનો જય જયકાર કર્યો.

(10:43 AM IST)