તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
સુજલામ સુફલામ જળ અભિયાન થકી ગુજરાતની જળ સંગ્રહશક્તિમાં ચાલુ વર્ષે ૨૦,૭૮૯ લાખ ઘન ફૂટનો વધારો થયો: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી
છેલ્લા ૮ વર્ષમાં રાજ્યના જળ સંગ્રહશક્તિમાં ૧,૩૮,૦૩૯ લાખ ઘન ફૂટનો વધારો: છેલ્લા આઠ વર્ષમાં કુલ ૧,૨૩,૬૩૫ જેટલા જળ સંચયના કામો થકી ૨૦૬.૭૩ લાખ માનવ દિન રોજગારી ઉત્પન્ન થઈ

ગાંધીનગર :રાજ્યમાં ભૂગર્ભ જળ સ્તરને ઊંચા લાવવા અને જળ સંચયનો વ્યાપ વધારવાના સંકલ્પ સાથે કાર્યરત સુજલામ સુફલામ જળ અભિયાન કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ હતી.વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, ચાલુ વર્ષે સુજલામ સુફલામ યોજના અંતર્ગત થયેલી કામગીરીના પરિણામે રાજ્યની જળ સંગ્રહશક્તિની ક્ષમતામાં ૨૦,૭૮૯ લાખ ઘન ફૂટનો વધારો થયો છે.
પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, છેલ્લા ૮ વર્ષના સુઆયોજિત આયોજનને કારણે ગુજરાતની કુલ જળ સંગ્રહશક્તિમાં ૧,૩૮,૦૩૯ લાખ ઘન ફૂટ જેટલો વધારો નોંધાયો છે. આ દરમિયાન કુલ ૧,૨૩,૬૩૫ જેટલા જળ સંચયના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેમાંથી કુલ ૨૦૬.૭૩ લાખ માનવ દિન રોજગારી ઉત્પન્ન થઈ છે.
જેમાં મુખ્યત્વે તળાવો ઊંડા કરવાના તેમજ નવા તળાવોના નિર્માણના ૩૯,૭૭૦ કામો, ચેકડેમ ડિસિલ્ટીંગના ૨૬,૮૭૩ કામો તથા ચેકડેમ રીપેરીંગના ૭,૮૧૦ કામોનો સમાવેશ થાય છે. પાણીના સુચારુ વિતરણ અને વહન માટે કુલ ૮૦,૭૯૩ કિલોમીટર લંબાઈ ધરાવતી નહેરો અને કાંસની સાફસફાઈના કામો પણ હાથ ધરાયા હતા તેમ તેમણે ઉમેર્યું હતું.
ચાલુ વર્ષ દરમિયાન હાથ ધરવામાં આવેલા મુખ્ય પ્રકલ્પોની વિગતો આપતા પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, આ અભિયાન હેઠળ ચાલુ વર્ષે ૨,૪૫૦ તળાવોને ઊંડા કરી જળાશયોની ક્ષમતા વધારવા, ૩,૬૬૧ ચેકડેમ ડિસિલ્ટીંગ એટલે કે તેમાંથી માટી-કાંપ દૂર કરવાના કામો અને ૧,૧૬૦ ચેકડેમ રીપેરીંગના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. પાણીના વહનને સુગમ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા ૬૨૬ કિલોમીટર લંબાઈની નહેરો અને ૧,૨૭૭ કિલોમીટર લંબાઈના કાંસોની સંપૂર્ણ સાફસફાઈ કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું હતું કે આ જળ અભિયાન માત્ર જળ સંચય પૂરતું મર્યાદિત ન રહેતા ગ્રામીણ અર્થતંત્ર માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે. ચાલુ વર્ષના વિવિધ નહેરો, તળાવો અને ચેકડેમના કામો દ્વારા સ્થાનિક શ્રમિકો માટે અંદાજે ૨.૩૦ લાખ માનવદિનની રોજગારી ઊભી કરવામાં આવી છે
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
