News of Friday, 8th May 2026
ગુજરાતના હવામાન પર બેવડી ઋતુનો પ્રકોપ: એક તરફ અરબી સમુદ્રના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી :;બીજી તરફ 9 મે બાદ 43 ડિગ્રીએ પહોંચતા પારાથી હીટવેવનો ખતરો
હવામાન વિભાગની આગાહી : આગામી 3-4 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર-મધ્ય-દક્ષિણ ગુજરાતમાં બપોર બાદ થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી અને ભારે પવન સાથે વરસાદ પડશે; તાપમાનમાં 2-3 ડિગ્રીના ઘટાડાથી હાલ રાહત, પરંતુ અમદાવાદ, વડોદરા, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં ગરમી પડવાની ચેતવણી

ગાંધીનગર, તા.૮ : ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હજુ ત્રણથી ચાર દિવસ વાતાવરણમાં પલટો જોવા મળશે અને થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસશે. બીજી તરફ 9 મે બાદ ગરમીમાં વધારો થશે અને તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા છે.
સૌરાષ્ટ્ર, કચ્છ, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખાસ કરીને બપોર બાદ થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીની અસર જોવા મળશે. અમદાવાદ, ગાંધીનગર, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વંટોળ સાથે વરસાદની શક્યતા છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનના કારણે આગામી 4થી 5 દિવસ રાજ્યમાં આ સ્થિતિ જોવા મળશે. હાલ એક એન્ટી સાયક્લોનિક સિસ્ટમ પણ એક્ટિવ હોવાથી સમગ્ર ગુજરાતમાં ભારે સાર્વત્રિક વરસાદની શક્યતા ઓછી છે.
વાતાવરણમાં પલટાના કારણે હાલ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી નીચે જતાં અને વરસાદ આવતા ગરમીથી રાહત મળી છે. પરંતુ 9 મે બાદ ગરમીમાં વધારો થશે. વડોદરા, અમદાવાદ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ સહિતના વિસ્તારમાં તાપમાનનો પારો 43ને પાર થાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
એટલે કે વાતાવરણમાં પલટાની સ્થિતિ 7 કે 8 મે સુધી રહેશે, બાદ ફરી ઉનાળો તેનો મિજાજ બતાવશે અને કાળઝાળ ગરમીનો અનુભવ થઈ શકે છે.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
