તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
વડતાલધામમાં ગૂરૂપૂર્ણિમાની ઉજવણીઃ ધોલેરાના દ્વિશતાબ્દી મહોત્સવના આમંત્રણ રથનું પ્રસ્થાન

આંણદ પાસેના વડતાલધામમાં આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, કોઠારી શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી મંદિર સમિતિના ચેરમેન ડો. સંતવલ્લભદાસજી સ્વામી વગેરેની હાજરીમાં ગુરૂપૂર્ણિમાં ઉત્સવ ઉજવાયેલ તે પ્રસંગની તસ્વીર
વડતાલ ધામ તા.૩૧: શ્રી સ્વામિ નારાયણ સપ્રદાયની અક્ષરધામ તુલ્ય વડતાલ નગરીમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ખુબજ ધામધૂમપૂર્વક ઉજવાયો. બાદ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે ગુરૂઓના ગુરૂનું , શ્રી હરિકળષ્ણ મહારાજનું પૂજન કર્યું હતું અને પાદુકા પૂજન કર્યું હતું. મંદિરના ભૂદેવ ધીરેનભાઈ ભટ્ટે પૂજા વિધિ કરાવી હતી. ત્યારબાદ મંદિરમાં આવેલ પવિત્રાનંદ સ્વામીના સભામંડપમાં કલાકુંજ મંદિર દ્વારા કીર્તન ભક્તિ નો કાર્યક્રમ યોજાયો હતો. શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી ગાદી સ્થાનજેતપુર દ્વારા ગુરુપૂર્ણિમા કથાનું રસપાન કરાવ્યું હતું. કમલેશભાઈ પટેલ મંત્રીશ્રી , પંકજ દેસાઈ ધારાસભ્યશ્રી , અજય બ્રહ્મભટ્ટ મહામંત્રી ભાજપ વગેરે સરકાર અને સંગઠનના હોદ્દેદારોએ આચાર્ય મહારાજ અને સંતોના આશીર્વાદ લીધા હતા..
આચાર્ય મહારાજ શ્રી ચેરમેન શ્રી કોઠારી શ્રી તથા અન્ય સંતો અને બ્રહ્મ ચારી સાથે સભામંડપમાં પધાર્યા હતા. આચાર્ય મહારાજ શ્રી નું સૌપ્રથમ વડતાલ ટેમ્પલ કમિટી ના ચેરમેન ડો. સંત વલ્લભદાસજી સ્વામી કોઠારી શ્રી દેવપ્રકાશ દાસજી સ્વામી તથા ટ્રસ્ટી મંડળના સભ્યો એ મહારાજ શ્રી નું પૂજન કર્યું હતું . ત્યારબાદ બાપુ સ્વામી . નિત્ય સ્વરૂપ સ્વામી સરધાર સત્સંગ ભૂષણ સ્વામી વિવેક સાગર સ્વામી સારંગપુર ધોલેરા મંદિરના કોઠારી તથા જુનાગઢ ટેમ્પલ બોર્ડના ચેરમેન પી પી સ્વામીજી સહિત મેમનગર ગુરૂકુળના બાલકળષ્ણદાસજી સ્વામી અને સંપ્રદાયના ધામો ધામ થી પધારેલ સંતો દ્વારા મહારાજશ્રીનું પુષ્પહારથી પૂજન કરવામાં આવ્યું હતું. હરિભક્તો દ્વારા પોતાના ગુરૂ એવા આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી મહારાજનું પૂજન કરવામાં આવ્યું હતું.
આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે આશીર્વાદ આપ્યા હતા. આગામી ડિસેમ્બર માસમાં ઉજવનાર ધોલેરા ૨૦ દ્વિશતાબ્દી મહોત્સવ માં પધારવા ઉપસ્થિત હરિભક્તોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં આમંત્રણ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
