તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
નર્મદા જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા ગુરુપૂર્ણિમા દિવસની ઉજવણી કરવામાં આવી
સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે તિરંદાજ ગુરુ દિનેશભાઈ ભીલના આશીર્વાદ લઇ તેમનું પૂજન કરી ગુરુપૂર્ણિમા દિવસની ઉજવણી

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના દરેક મંડળમાં ગુરુપૂર્ણિમા દિવસની ઉજવણી કરવામાં આવી, તે અંતર્ગત નર્મદા જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા ગુરુપૂર્ણિમા દિવસની ઉજવણી કરવામાં આવી, રાજપીપલા શહેરમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે તિરંદાજ ગુરુ દિનેશભાઈ ભીલના આશીર્વાદ લઇ તેમનું પૂજન કરી ગુરુપૂર્ણિમા દિવસની ઉજવણી કરવામાં આવી.
દિનેશભાઈ ભીલ દ્વારા અત્યાર સુધીમાં 1000 કરતા વધારે વિદ્યાર્થીઓને તિરંદાજી ની ટ્રેનિંગ આપવામાં આવી છે, જેમાંથી 35 કરતા વધારે તિરંદાજો નેશનલ લેવલમાં ગોલ્ડ મેડલ મેળવી ચૂક્યા છે જ્યારે ૨ તિરંદાજ ઇન્ટરનેશનલ લેવલમાં ભાગ લઈ ચૂક્યા છે, ૧૦૦ કરતા વધારે તિરંદાજો આજે સરકારી નોકરી કરી રહ્યા છે. દિનેશભાઈ ભીલ જાતે ત્રણવાર નેશનલ ચેમ્પિયન રહી ચૂક્યા છે.
આ પ્રસંગે નર્મદા જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ ડૉ.ધવલભાઈ પટેલ, પ્રદેશ એસટી મોરચાના મંત્રી જીતેશભાઈ તડવી, રાજપીપલા શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ પ્રકાશભાઈ માછી, મહામંત્રીઓ, ઉપપ્રમુખો તથા ઘણી મોટી સંખ્યામાં બક્ષીપંચ મોરચાના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા
(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
