<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

નવસારીમાં અતિવૃષ્‍ટિથી પીડીતોની મદદે ગુરૂકુલ સંસ્‍કૃતિ ગૌધામ

રાજકોટ ગુરૂકુલની શાખાનો પ્રેરણારૂપ સેવાયજ્ઞ

નવસારી, તા.૨૮: નવસારી તથા ગણદેવી, બીલીમોરા આજુબાજુના ગ્રામ્‍ય વિસ્‍તારમાં અતિવળષ્ટિથી પીડીત લોકોની મદદે શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સંસ્‍કળતિ ગૌધામ નવસારીના સંતો જમાડવા માટે પહોંચ્‍યા હતા.

દૈવી અને માનુષી આપદામાં જીવપ્રાણી માત્રની રક્ષા અને સંભાવના કરવાના ભગવાન શ્રી સ્‍વામિનારાયણના આદેશ અનુસાર શ્રીસ્‍વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્‍થાનની શાખા સંસ્‍કળતિ ગૌધામ નવસારી દ્વારા બીલીમોરાના દેવધા, નળીયારા, સરિખુદ, સરીબુજરંગ, કલમઠા, ભેસલા, સાપર મુરલી, આદિ ગામ્‍ય વિસ્‍તારમાં લોકોને ગરમ ભોજન જમાડવામાં આવેલ.

શ્રી પ્રભુ સ્‍વામીના જણાવ્‍યાનુસાર ગુરૂવર્ય મહંત સ્‍વામી શ્રી દેવકળષ્‍ણદાસજી સ્‍વામીના આદેશ અનુસાર સુરત વેડરોડ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલથી શ્રી ધર્મવલ્લભદાસજી સ્‍વામીની નિશ્રામાં સંસ્‍કળતિ ગૌધામના સંતો શાષાી શ્રી જગતપાવનદાસજી સ્‍વામી, શાષાી શ્રી હરિમુકુંદદાસજી સ્‍વામી તથા યુવાનો શ્રીતુલસી ભગત, મથુરભાઈ રંગપરીયા, જીતુભાઈ ડોબરીયા, હરેશભાઈ ઠુમ્‍મર, હસમુખભાઈ વઘાસિયા, હરેશભાઈ ઢોલરીયા, દિલીપભાઈ અંટાળા, ભરતભાઈ પટેલ, ધર્મેશભાઈ હળપતિ, ધર્મેશભાઈ પટેલ સાથે જલાલપુર, નવસારી, ઇટાળવા, નવાગામ, માયા તલાવડી, સાલેજ વગેરે ગામના યુવાનો તથા આર એસ એસના સ્‍વયં સેવકોએ સેવા આપેલ. રસોઈ બનાવવાની સેવા નવાગામના ધ્રુવિલ દુધાત, ડો.ધર્મેશ કલસરીયા, મુન્નેશભાઈ અને સંદીપભાઈએ કરેલ. સંતોએ તેચોને આશીર્વાદ પાઠવેલા.

(3:30 PM IST)