તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
નર્મદા સહિત ગુજરાતમાં ગુટખા પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો :ફક્ત કાગળ પર જ છે આ પ્રતિબંધ
ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર. પ્રતિબંધ મુકાયો છે ત્યારે નિયમ ભંગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી થશેની વાતો ખાલી નાટ્યાત્મક:ગુજરાતમાંજોઈએ તેટલી ગુટખા, પાન મસાલા ખુલ્લેઆમ વેચાય છે તો પ્રતિબંધ નો મતલબ શું

(ભરત શાહ દ્વારા )નર્મદા :ગત વર્ષે ગુજરાત માં ગુટખા, પાન મસાલા પર સરકારે પ્રતિબંધ મૂક્યો અને હાલ માં એક વર્ષ પૂર્ણ થતા વધુ એક વર્ષ માટે આ પ્રતિબંધ લંબાવ્યો છે જે 12 સપ્ટેમ્બર. 2027 સુધી અમલ માં રહેશે. પરંતુ અહીંયા અગત્યની વાત એ છે કે શું આ પ્રતિબંધ ખાલી નાટ્યાત્મક છે..?! કેમ કે નર્મદા જિલ્લા સહિત સમગ્ર ગુજરાત માં ખુલ્લેઆમ ગુટખા અને પાન મસાલા નું વેચાણ થાય છે અને લાખો લોકો આ વસ્તુ ખાઈ રહ્યા છે તો પ્રતિબંધ નો મતલબ શું..?
સરકાર કાયદો લાગુ કરે છે પરંતુ તેનું પાલન થાય છે કે નહીં તે કોઈ જોનાર નથી તો ખાલી કાગળ ઉપર કાયદો બનાવવાનો કોઈ મતલબ ખરો..? વર્ષો થી વેચાણ થતા ગુટખા લોકો ખાઇ લેતા તેમના આરોગ્ય પર અસર થાય છે માટે જ લોકો ના સ્વાસ્થ્ય ની ચિંતા કરી સરકારે પ્રતિબંધ મૂક્યો છે પરંતુ આ પ્રતિબંધ શું ફક્ત નાટક જ છે..? સરકારે કોઈપણ કાયદો લાગુ કર્યા બાદ તેનું યોગ્ય પાલન થાય છે કે નહીં એ માટે ખાસ ટીમ બનાવી આકસ્મિક તપાસ હાથ ધરવી જોઈએ.
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
