તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th September 2026
અમદાવાદમાં બંધ મકાનને ટાર્ગેટ કરનાર રીઢો તસ્કર ઝડપાયો: ઝૂંપડાની જમીનમાં દાટી રાખેલા રૂ. ૧૦ લાખના દાગીના જપ્ત
૨૫૦થી વધુ સીસીટીવી ફૂટેજના આધારે સોલા હાઇકોર્ટ પોલીસે બગોદરા ટોલનાકા પાસેથી ઝડપી પાડ્યો કુખ્યાત ઘરફોડ ચોર

અમદાવાદ : અમદાવાદ શહેરમાં બંધ મકાનને નિશાન બનાવીને મોટી ચોરી કરતા એક રીઢા આરોપીની સોલા હાઇકોર્ટ પોલીસે ધરપકડ કરી છે, અને આરોપીએ ચોરી કર્યા બાદ પોતાના ઝૂંપડા પાસે જમીનમાં દાટી રાખેલા આશરે રૂ. ૧૦.૭૦ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના જમીનમાંથી બહાર કાઢીને કબ્જે કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભાડજના રબારીવાસમાં ગત ૧૪ સપ્ટેમ્બરના રોજ બંધ મકાનનું તાળું તોડીને ૧૫ તોલા સોનાના દાગીનાની ચોરી થઈ હતી, જેમાં મકાન માલિકનું કૌટુંબિક કારણોસર આ મકાન છેલ્લા ૫ મહિનાથી બંધ હતું અને ચોરી બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, જે મામલે મકાન માલિક દ્વારા સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને આસપાસના ૨૫૦ જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજને આધારે તસ્કરને ટ્રેક કરીને રીઢા ગુનેગાર સુનિલ ઉર્ફે ખાંડીયા પરમારની બગોદરા ટોલનાકા પાસેથી ધરપકડ કરી હતી, જ્યાં પૂછપરછ દરમિયાન તેણે ઓગણજ ખાતે આવેલા પોતાના ઝુંપડા પાસે જમીનમાં દાગીના દાટ્યા હોવાનું કબૂલ્યું હતું અને પોલીસે જમીનમાંથી રૂ. ૧૦.૭૦ લાખના દાગીના જપ્ત કર્યા હતા.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ૨૧ વર્ષીય આ રીઢો ગુનેગાર મૂળ જામનગરનો રહેવાસી છે અને અગાઉ તેના વિરુદ્ધ જામનગરમાં ઘરફોડ ચોરીના બે ગુના નોંધાયેલા છે, તેમજ તે જામનગરમાં જેલની સજા ભોગવ્યા બાદ અમદાવાદ આવીને બંધ મકાનોને ટાર્ગેટ કરતો હતો, અને હાલ પોલીસે તેની ધરપકડ કરીને વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
