તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
હાશ...આવતા અઠવાડીયે ગરમીમાં રાહત રહેશે
વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૧૪ મેથી ૨૧ મે સુધીની આગાહી : હાલ જે હિટવેવનો માહોલ જોવા મળી રહ્યો છે તેમાંથી રાહત મળશે, આગાહી સમયમાં પારો ૪૦ થી ૪૨ ડીગ્રી વચ્ચે અને અમુક સેન્ટરોમાં તાપમાન ૪૩ ડીગ્રી સુધી પહોંચી શકેઃ હાલ નોર્મલ મહત્તમ તાપમાન ૪૦ાા થી ૪૧ાા ડીગ્રી ગણાય

રાજકોટઃ છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં અસહ્ય તાપ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ત્યારે આગામી સપ્તાહમાં ગરમીમાં રાહત મળવાની સંભાવના છે.હાલ જે હીટવેવનો માહોલ જોવા મળી રહ્યો છે. તેવો બીલકુલ અહેસાસ નહી થાય. આવતા સપ્તાહમાં તાપમાન ૪૦ થી ૪૨ ડીગ્રી વચ્ચે રહેશે. તો અમુક ગરમ સેન્ટરમાં પારો ૪૩ ડીગ્રી સુધી પહોંચી શકે છે. તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે.
તેઓ જણાવે છે કે ગુજરાત રાજ્યના મોટા ભાગના ગરમ કેન્દ્રોમાં મહત્તમ તાપમાન નોર્મલ કરતાં આશરે ૨ થી ૩ ડીગ્રી વધુ નોંધાયું હતું. જેમ કે રાજકોટઃ ૪૩.૧ (નોર્મલ કરતાં ૨.૩ડીગ્રી વધુ), ડીસાઃ ૪૨.૪ (નોર્મલ કરતાં ૨.૦ડીગ્રી વધુ), અમરેલીઃ ૪૨.૯ (નોર્મલ કરતાં ૨.૧ડીગ્રી વધુ), અમદાવાદઃ ૪૩.૭ (નોર્મલ કરતાં ૨.૧ડીગ્રી વધુ), વડોદરાઃ ૪૩.૨ (નોર્મલ કરતાં ૩.૧ડીગ્રી વધુ), ભુજઃ ૪૦.૬ (નોર્મલ કરતાં ૧.૫ડીગ્રી વધુ)
હાલ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હાલનું નોર્મલ મહત્તમ તાપમાન ૪૦.૫ ડીગ્રી થી ૪૧.૫ ડીગ્રી ગણાય.
વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે ૫ મેથી ૨૧ મે સુધીની આગહી કરતા જણાવે છે કે પવનો મુખ્યત્વે પヘમિી દિશાના રહેશે.
પવનની ઝડપઃ ૧૮ મે સુધી ૧૫ થી ૨૦ કિમી પ્રતિ કલાક, ત્યારબાદ ૨૦ થી ૩૦ કિમી પ્રતિ કલાક.
પવનના ઝોકાઃ ૧૮ મે સુધી ૨૦ થી ૨૫ કિમી પ્રતિ કલાક, ત્યારબાદ ૨૫ થી ૩૫ કિમી પ્રતિ કલાક.
આગામી બે દિવસ દરમિયાન આકાશ આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે. ત્યારબાદના દિવસોમાં આકાશ મોટાભાગે ચોખ્ખું રહેશે.
તાજેતરના સ્તર કરતાં મહત્તમ તાપમાનમાં આશરે ૨ ડીગ્રી થી ૩ ડીગ્રી ઘટાડો થવાની શક્યતા છે, જેના કારણે ગરમીમાં નોંધપાત્ર રાહત મળશે.
ગુજરાતના મોટા ભાગના ગરમ કેન્દ્રોમાં આગાહી સમયગાળા દરમિયાન મોટાભાગના દિવસોમાં મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રી થી ૪૩ડીગ્રી વચ્ચે નોંધાવાની શક્યતા છે.
દૈનિક ધોરણે ૧ડીગ્રી થી ૩ડીગ્રી જેટલી વધઘટ શક્ય છે. મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રી થી ૪૨ ડીગ્રી વચ્ચે રહેશે, જ્યારે થોડાક કેન્દ્રોમાં ક્યારેક ૪૩ડીગ્રી સુધી પહોંચી શકે છે.
આમ, આગામી સાત દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં ગરમીમાં રાહત મળવાની શક્યતા છે.
મહત્તમ તાપમાન મોટાભાગે ૪૦ ડીગ્રી થી ૪૩ ડીગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે, જે મોસમી નોર્મલની નજીક રહેશે અને છેલ્લા કેટલાક દિવસોમાં અનુભવાયેલી વધુ ગરમીની તુલનામાં ઓછું રહેશે
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
