તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
સુરતના કિમમાં આવેલ હરિહરેશ્વર મહાદેવ, રાધાકૃષ્ણ, અંબાજી મંદિર વરસાદી પાણીમાં ડૂબ્યાં
ડ્રેનેજ ગટર વ્યવસ્થાના અભાવે પાણી ભરાવવાની સમસ્યા વધી:. ભાવિક ભકતો પાણી ભરાતા મુશ્કેલીમાં મુકાયા

સુરતના કીમમાં કુદરતી આફતનો ભોગ ભગવાનના મંદિરો પણ બન્યાં છે. ઓલપાડના કીમ ગામમાં આવેલા મંદિરોમાં પાણી ભરાયા છે. હરિહરેશ્વર મહાદેવ, રાધાકૃષ્ણ, અંબાજી મંદિર પરિસરમાં વરસાદી પાણી ભરાયા છે . હરિહરેશ્વર મહાદેવ, રાધાકૃષ્ણ મંદિરના ગર્ભગૃહમાં પણ પાણી ભરાયા છે છેલ્લાં 3 વર્ષથી મંદિરમાં પાણી ભરાવવાની સમસ્યા વકરી છે. વરસાદી પાણીમાં શિવલિંગ પણ ડૂબ્યું છે. ડ્રેનેજ ગટર વ્યવસ્થાના અભાવે પાણી ભરાવવાની સમસ્યા વધી છે. ભાવિક ભકતો પાણી ભરાતા મુશ્કેલીમાં મુકાયા છે. પાણીમાં ઉભા રહીને પૂજા અર્ચના કરવા મજબૂર બન્યા છે.
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
