તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
મહુડી તીર્થ ખાતે શ્રી ઘંટાકર્ણ વીરના દર્શન કરતા હર્ષ સંઘવી
રાજ્યની સુખ, શાંતિ તથા સમળદ્ધિમાં ઉત્તરોત્તર વધારો થાય તેવી પ્રાર્થના કરતા નાયબ મુખ્યમંત્રીઃ ભાવિકો સાથે નૂતન વર્ષે શુભેચ્છાની આપ લે કરી

ગાંધીનગર, તા.૧૩: આજે હર્ષ સંઘવીએ જૈન ધર્મના અત્યંત પવિત્ર યાત્રાધામ મહુડીમાં બિરાજમાન શ્રી ઘંટાકર્ણ મહાવીર પ્રભુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. પ્રભુના દર્શન કરીને તેમણે ધન્યતા અનુભવી હતી અને ગુજરાત રાજ્યની સુખ, શાંતિ તથા સમળદ્ધિમાં ઉત્તરોત્તર વધારો થાય તેવી પ્રાર્થના કરી હતી.
મહુડી ખાતે નાયબ મુખ્યમંત્રીના આગમનને પગલે ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. તેમણે મંદિર પરિસરમાં જઈ શ્રી ઘંટાકર્ણ મહાવીર પ્રભુ સમક્ષ શીશ ઝુકાવી દર્શન કર્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, મહુડી જેવા પવિત્ર અને આસ્થાના કેન્દ્રમાં શ્રી ઘંટાકર્ણ સ્વામીના દર્શન કરવાનો અવસર મળવો તેમના માટે સૌભાગ્યની વાત છે. અહીં દર્શન કરીને મનને અલૌકિક આનંદ અને શાંતિની અનુભૂતિ થઈ છે.
આ મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહુડી ખાતે ઉપસ્થિત શ્રદ્ધાળુઓ અને સ્થાનિક નગરજનોને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમળદ્ધિ જળવાઈ રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
વધુમાં તેમણે ગુજરાત રાજ્યની પ્રગતિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સુખ, શાંતિ અને સમળદ્ધિમાં સતત વધારો થાય તેમજ ગુજરાતના તમામ નાગરિકોનું જીવન વધુ સુખી અને સમળદ્ધ બને તેવી તેમની ભાવના છે. રાજ્યના દરેક નાગરિકના જીવનમાં ખુશહાલી આવે અને ગુજરાત વિકાસના માર્ગે સતત આગળ વધતું રહે તેવી પ્રાર્થના પણ તેમણે કરી હતી.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
