<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

હર્ષ સંઘવી વડનગર ખાતે સ્‍વચ્‍છતા અભિયાનમાં જોડાયાઃ શ્રમદાન કર્યુ

 

રાજકોટ :.. નરેન્‍દ્રભાઇના ૭૬માં જન્‍મ દિવસ નિમિતે દેશભરમાં વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જે અંતર્ગત નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવીએ વડનગર ખાતે સ્‍વચ્‍છતા અભિયાનમાં જોડાઇને ક્ષમદાન કર્યુ હતું.

તેમણે સોશ્‍યલ મિડીયા સાઇટ એકસ પર પોસ્‍ટ મુકી જણાવેલ કે, રાષ્‍ટ્રપ્રથમ આ જીવન મંત્રને પોતાના કર્મ અને સર્મપણથી જનસેવાના પથ પર સાકાર કરનાર નરેન્‍દ્રભાઇ મોદી સાહેબના જન્‍મ દિવસે ‘સેવા સંકલ્‍પ અભિયાન' અંતર્ગત વડનગર ખાતે સ્‍વચ્‍છતા અભિયાનમાં જોડાઇને શ્રમદાન કર્યુ.

આપણા પ્રધાનસેવકના જનસેવાના રપ વર્ષ પૂર્ણ થવાના આ અવસરે સ્‍વચ્‍છતા માટે કરેલું આ ક્ષમદાન સ્‍વચ્‍છ, સુંદર અને સશકત ભારતના સંકલ્‍પમાં આપણી ભાગીદારી છે

(2:32 PM IST)