News of Saturday, 28th November 2026
કવાંટમાં સોશિયલ મીડિયા ઇન્ફલુઅન્સર્સ સાથે હર્ષ સંઘવીનો સંવાદ
આદિવાસી સંસ્કળતિ અને પ્રવાસનને વૈશ્વિક ઓળખ અપાવવા અપીલ, ગામડાંમાં હોમસ્ટે શરૂ કરવા આર્થિક સહાયની જાહેરાત

કવાંટઃ સરકારી વિનયન કોલેજ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ છોટાઉદેપુર જિલ્લાના લોકપ્રિય સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ સાથે સંવાદ સાધ્યો હતો. આદિવાસી સંસ્કળતિ, ઉત્સવો, પ્રવાસન સ્થળો અને કવાંટના સુપ્રસિદ્ધ ગેર મેળાને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ અપાવવા તેમણે અનુરોધ કર્યો હતો. છોટાઉદેપુરને પ્રવાસન હબ તરીકે વિકસાવવા, ગામડાંમાં હોમસ્ટે શરૂ કરવા આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો પ્રચાર-પ્રસાર કરવા તથા માત્ર ટીકા અને રીલ પૂરતા મર્યાદિત નહીં રહી સર્જનાત્મકતા થકી સમાજોપયોગી કાર્યો કરવા અપીલ કરી હતી. કનુ રાઠવા, અનંત રાઠવા, પાર્થ પટેલ સહિતના યુવાઓએ શિક્ષણ, આરોગ્ય, રોજગાર, પ્રવાસન, રમતગમત, ઉદ્યોગ અને કૌશલ્ય વિકાસ અંગે સૂચનો રજૂ કર્યાં હતાં. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, સાંસદ જશુભાઈ રાઠવા, રાજ્યસભાના સાંસદ ડો. મુકેશ રાઠવા, ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી ઓમકાર શિંદે અને પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ ઉપસ્થિત રહ્યા હતા
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
