તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
હર્ષભાઈ સંઘવી એક્શન મોડમાં : ગૃહવિભાગની ઉચ્ચસ્તરીય મોડીરાત સુધી ઉચ્ચસ્તરીય બેઠક
મોડી રાત્રે આ હાઈલેવલ સમીક્ષા બેઠકમાં તમામ ટોચના પોલીસ અધિકારીઓ તાબડતોબ હાજર થયા

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ગૃહ વિભાગ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી આ મોડીરાત સુધી લાંબી બેઠકમાં તમામ ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાજ્યમાં ડ્રગ્સ માફિયાઓ સામે ચાલી રહેલી કડક કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી ગુજરાત પોલીસ દ્વારા NDPS એક્ટ હેઠળ બમણાથી વધુ કેસ નોંધાતા મંત્રીએ પોલીસ તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.
- રાજ્યમાં ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશીઓ અને અન્ય ઘૂસણખોરો વિરુદ્ધ કરવામાં આવેલી કડક કાર્યવાહીની સમીક્ષા કરી આગળની વ્યૂહરચના ઘડવામાં આવી હતી .
- ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (સંગઠિત ગુનાખોરી) આચરતા અસામાજિક તત્વો સામે ગુજસીટોક કાયદા હેઠળ થયેલી સઘન કામગીરીની સરાહના કરવામાં આવી હતી .
- અસામાજિક તત્વો અને વ્યાજખોરો વિરુદ્ધ કડક પગલાં લેવા તેમજ સામાન્ય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા ઉચ્ચ અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી .
(12:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
