તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
ભૂપેન્દ્રભાઈ અને વિશ્વકર્માજીની સાથે ખંભેખભો મિલાવીને હર્ષભાઈના સમગ્ર સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી પ્રચારઃ નવું લોખંડી નેતૃત્વ ઊભરી આવ્યું
૨૦૨૭ની સેમીફાઇનલ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય

રાજકોટઃ ગુજરાતમાં વર્ષ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાની ‘સેમીફાઇનલ' સમાન ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત નોંધાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વરિષ્ઠ નેતા જગદીશભાઈ વિશ્વકર્માની આગેવાનીમાં ભાજપે સત્તાવાર રીતે દમદાર દેખાવ કર્યો છે. આ સમગ્ર ચૂંટણી જંગમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી યુવા ગળહમંત્રી હર્ષ સંઘવીએ મુખ્ય કમાન્ડ સંભાળીને પક્ષના વિજયમાં નિર્ણાયક કાળો આપ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શાંત છતાં મક્કમ નેતળત્વમાં સરકારની કામગીરી અને જગદીશભાઈ વિશ્વકર્માના સંગઠનાત્મક માર્ગદર્શન હેઠળ ભાજપે આ ચૂંટણીઓ માટે પાયાનું આયોજન કર્યું હતું. ટિકિટ ફાળવણીથી લઈને બૂથ મેનેજમેન્ટ સુધીની કામગીરીમાં બન્ને નેતાઓની કુનેહ અને સમતોલન પક્ષને સાનુકૂળ પરિણામો અપાવવામાં મહત્વના સાબિત થયા છે. આ મજબૂત નેતળત્વના પાયા પર જ ભાજપે મોટી જીતનો માર્ગ મોકળો કર્યો છે.
આ ચૂંટણી પ્રચારમાં હર્ષ સંઘવીની ભૂમિકા સૌથી વધુ નોંધપાત્ર અને સક્રિય રહી તેમણે માત્ર કોઈ એક વિસ્તાર પૂરતુ પૂરતું સીમિત ન રહેતા. સમગ્ર ગુજરાતમાં વ્યાપક પ્રવાસ ખેડીને ઠેર-ઠેર સભાઓ યોજી હતી. એક આયોજનબદ્ધ રણનીતિના ભાગરૂપે તેમણે પ્રચારનું ગ્રાઉન્ડ લેવલ પર સઘન સંચાલન કર્યું હતું. તેમના આક્રમક અને સતત પ્રવાસના કારણે પક્ષના કાર્યકરોમાં એક નવો ઉત્સાહ જોવા મળ્યો હતો. જે અંતે પરિણામોમાં સ્પષ્ટ પણે જોવા મળ્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મેળવેલી આ જીત પક્ષ માટે આગામી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે બુસ્ટર ડોઝ સમાન છે. ભૂપેન્દ્રભાઈ પટેલ અને જગદીશભાઈ વિશ્વકર્માની પરિપક્વ આગેવાની તથા હર્ષ સંધવીના જોમવંતા અને વ્યવહારુ પ્રચારે ભાજપને ફાઇનલ પહેલાની આ સેમીફાઇનલમાં સ્પષ્ટ અને ભવ્ય વિજય અપાવ્યો છે.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
