તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
દારૃ પીવાની પરમિટ હોવાનો અર્થ એ નથી કે વ્યકિત નશામાં ગાડી ચલાવી શકેઃ કોર્ટ
મીઠાખળી પાસે કારચાલકે સાત વ્યકિતને હડફેટે લેતા એકનું મોત થયું હતું : નશામાં અકસ્માત કરનાર આરોપીની ડિસ્ચાર્જ અરજી રૃ.૧૫ હજારના દંડ સાથે નામંજૂર

અમદાવાદ તા.૯: શહેરના મીઠાખળી પાસે નશામાં પૂરઝડપે ગાડી ચલાવીને મહિલાનું મોત નિપજાવી છ લોકોને થાયલ કરનાર આરોપી નિલેશ જગદીશભાઈ પટેલે કેસમાંથી ડિસ્ચાર્જ કરવા કરેલી અરજી સેશન્સ કોર્ટના જજ વનરાજાસિહ એ. ધાધલે ફગાવીને રૃ. ૧૫ હજારનો દંડ કટકાર્યો છે. કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે દારૃ પીવાની પરમિટ હોવાનો અર્થ એ નથી કે વ્યકિત નશામાં ગાડી ચલાવી શકે. કોર્ટે અકસ્માતના કેસમાં સંડોવાયેલા આરોપી નિલેષની ડિસ્ચાર્જ અરજી મોટાભાગની કલમો હેઠળ નામંજૂર કરી છે. કોર્ટે નોંધ્યું કે આરોપી પાસે આલ્કોહોલ પીવાની પરમિટ હોવા છતાં, નશામાં વાહન ચલાવવાની છૂટ કોઈ કાયદો આપતો નથી. આરોપીએ કેસ કમીટ થયાના ૧૧ મહિના પછી ડિસ્ચાર્જ અરજી કરી હતી. નવા કાયદા (BNSS) મુજબ આવી અરજી ૨૦ દિવસમાં કરવી પડે છે. આ વિલંબ બદલ કોર્ટે આરોપીને રૃ. ૧૫,૦૦૦નો દંડ કટકાર્યો છે.
જોકે, કોર્ટે આરોપી પાસે કાયદેસરની લિકર પરમિટ હોવાથી તેને પ્રોહિબિશન એકટની કલમ-૬૬(૧) (બી) ના ચાર્જમાંથી મુકિત (ડિસ્ચાર્જ) આપી છે. આરોપી નિલેશ જગદીશભાઈ પટેલ સામે સાપરાપ મનુષ્યવધ (ખૂન ન ગણાય તેવું), જાહેર રોડ પર બેદરકારીપૂર્વક વાહન ચલાવવું, બીજાની જિદગી જોખમમાં મૂકવી, મિલકતને નુકસાન પહોંચાડવું અને ખતરનાક રીતે તથા નશામાં વાહન ચલાવવા બદલ કેસ ચલાવવા માટે નિર્દેશ આપ્યો છે.
અમદાવાદના મીઠાખળી છ રસ્તા નજીક આવેલા જૈન દેરાસર પાસે ૧૫ ફેબ્રુઆરીને શનિવારે સાંજે ૬ૅં૩૦ વાગ્યે દારૃના નશામાં સ્કોડા કારચાલકે પૂરઝડપે કાર ચલાવીને એક એકિટવા ચાલક મહિલાને અડકેટ લીધી હતી. ત્યારબાદ અન્ય છ રાહદારીને અડફેટે લીધા હતા. આ ઉપરાંત સ્વીફટ કારને પણ ટક્કર મારી હતી. જોકે, સ્કોડા કાર આગળ જઈને ઉભી રહી ગઈ હતી. એકિટવા ચાલક નવરંગપુરાના ૪૦ વર્ષીય રોનકબેન પરીખનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે સાત જણાને ઈજાઓ પહોંચી હતી.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
