તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 7th June 2026
એકના ડબલ કરવાની લાલચ આપી રૂ.૧૮.૪૦ લાખની છેતરપિંડી કરી
પોલીસે આરોપીને દબોચવા માટે ૪ રાજ્યોમાં બસ, ટ્રેન અને ઓટો રિક્ષામાં મુસાફરી કરીને ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડ્યું હતું

ડાંગ: ડાંગ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા આહવા ખાતે 'એકના ડબલ' કરી આપવાની લોભામણી સ્કીમ ચલાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર ટોળકીના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. પબ્લિકને લૂંટતી આ ટોળકીની જાળમાં આ વખતે ખુદ કાયદાના રક્ષકો જ ફસાયા હતા. પોલીસે આરોપીને દબોચવા માટે ૪ રાજ્યોમાં બસ, ટ્રેન અને ઓટો રિક્ષામાં મુસાફરી કરીને ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડ્યું હતું.
ડાંગના આહવા ખાતે 'ઇવા કંપની' નામે એક સ્કીમ શરૂ કરવામાં આવી હતી. આ કંપનીના સંચાલકોએ રોકાણકારોને માત્ર ૧૩ મહિનામાં જ રોકેલા રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી હતી. આ લોભામણી ઓફરમાં આવીને ખુદ જીઆરડી જવાન અને પોલીસ જવાન સહિત ત્રણ જેટલા લોકોએ કુલ રૂપિયા ૧૮,૪૦,૦૦૦ (૧૮ લાખ ૪૦ હજાર) નું મોટું રોકાણ કયંર્ં હતું.નક્કી થયેલી શરતો મુજબ, ૬ મહિના પૂર્ણ થતાં જ જ્યારે રોકાણકારોને કરાર મુજબના રૂપિયા ૧૫,૪૦,૦૦૦ ચૂકવવાનો સમય આવ્યો, ત્યારે જ કંપનીનો ડિરેક્ટર અને આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રાકેશકુમાર રામપ્રસાદ બિંદ રાતોરાત ઓફિસ બંધ કરીને નાસી છૂટ્યો હતો. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ ભોગ બનનારાઓએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સ્ટાફ સાથે છેતરપિંડી કરનાર આ આરોપીને પકડવા માટે ડાંગ એલસીબીએ કમર કસી હતી. પોલીસની અલગ-અલગ ટીમોએ આરોપીના લોકેશનના આધારે ઓરિસ્સા, વેસ્ટ બંગાળ, ઉત્તર પ્રદેશ અને બિહાર એમ ૪ રાજ્યોમાં રાત-દિવસ એક કરીને સઘન તપાસ હાથ ધરી હતી. સ્થાનિક વાહનો, બસ, ટ્રેન અને ઓટો રિક્ષામાં અંદાજે ૪,૭૦૦ કિલોમીટર જેટલી લાંબી મુસાફરી ખેડીને આખરે પોલીસે મુખ્ય સૂત્રધાર રાકેશકુમાર બિંદને દબોચી લીધો હતો. પોલીસે તેની ધરપકડ કરી આ ટોળકીમાં સામેલ અન્ય સાગરીતો અને છેતરપિંડીના નાણાં રિકવર કરવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
