તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
નર્મદાના બોરિદ્રા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકનું ગિરનાર પ્રતિભાવંત એવોર્ડથી સન્માન
નર્મદાના અનિલ મકવાણાને એવોર્ડ મળતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી થી લઈને સૌએ શુભેચ્છાઓ પાઠવી

( ભરત શાહ દ્વારા )નર્મદા :ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને કથાકાર મોરારીબાપુ દ્વારા ગીર સોમનાથના તાલાલા તાલુકાના ચિત્રાવાડ ખાતે બે દિવસની ચિત્રકૂટ સાધક પરિવાર સેવાકીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચિત્રકૂટ એવોર્ડ પ્રાપ્ત શિક્ષકો દ્વારા વિવિધ સુંદર શૈક્ષણિક કામગીરી કરી હોય એવા શિક્ષકોને " ગિરનાર પ્રતિભાવંત એવોર્ડ " થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ રાજ્યના શિક્ષકો કે જે પોતાના વિસ્તારમાં શૈક્ષણિક કાર્ય સુંદર રીતે કરે છે.અને બાળકોની પ્રતિભાઓને બહાર લાવી રાજ્ય લેવલે અને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડે છે. આવા કર્મઠ શિક્ષકોને સન્માનવામાં આવ્યા હતા. જેમાં નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામ બોરિદ્રા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અનિલ મકવાણા ને પણ ગિરનાર પ્રતિભાવંત એવોર્ડ થી સન્માનવામાં આવ્યા, તેઓ અગાઉ ચિત્રકૂટ એવોર્ડ પ્રાપ્ત કરી ચૂક્યા છે. અને નર્મદા રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા હોય અનિલ ગુરુજી આજે શિક્ષકોમાં એક પ્રેરણા સ્ત્રોત બન્યા છે.
આ કાર્યક્રમ માં ગુજરાત રાજ્ય પ્રા. શિ. સંઘના ઉપપ્રમુખ હરિભાઈ વાળા અને ડીએફઓ રઘુવીર સિંહ જાડેજા તેમજ ચિત્રકૂટ સાધક શિબિરના મુખ્ય સંયોજક જીતેન્દ્રભાઈ વાજા સહિત આગેવાનો હાજર રહ્યા હતા. અને રાજ્યના વિવિધ શાળાઓના શિક્ષકોને ગિરનાર પ્રતિભાવંત એવોર્ડ આપ્યો હતો. નર્મદાના અનિલ મકવાણાને એવોર્ડ મળતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી થી લઈને સૌએ શુભેચ્છાઓ પાઠવી હતી.
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
