<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

અમદાવાદના ચંડોળા તળાવ પાસેના બેરલ માર્કેટમાં આરોગ્ય શાખાના દરોડા: ગૃહ ઉદ્યોગ ચલાવતા એકમો પર તપાસ:વાંધાજનક વસ્તુઓ મળી

યુનિટમાં સિન્થેટિક કલરની બોટલો મળી: 500 કિલોથી વધુનો જથ્થો મનપાએ જપ્ત કર્યો: યુનિટ સીલ કરીને લાયસન્સ સસ્પેન્ડ કરાશે.

અમદાવાદના ચંડોળા તળાવ પાસેના બેરલ માર્કેટમાં આરોગ્ય શાખા દ્વારા દરોડા પાડ્યા હતા . ગૃહ ઉદ્યોગ ચલાવતા એકમો પર તપાસ કરાઈ હતી આ તપાસમાં લુ. સેવ, પુરી, મસાલા સિંગ બનાવતા એકમોને ત્યાં તપાસ હાથ ધરાઈ હતી તપાસમાં . કલરનો ઉપયોગ  હોવાનું જણાયું હતું , તેલનો વારંવાર ઉપયોગ અને સ્વછતાનો અભાવ જોવા મળ્યો હતો 

   AN ગૃહ ઉદ્યોગના ત્યાં વાંધાજનક વસ્તુઓ મળી આવી છે.  માત્ર દોઢ મહિના પહેલા જ યુનિટની શરૂઆત કરાઇ હતી, તહેવારો પૂર્વે તપાસમાં ગેરરીતિઓ સામે આવી હતી . FSSAIના નિયમ મુજબ ફરસાણમાં સિન્થેટિક કલર ના વાપરી શકાય. યુનિટમાં સિન્થેટિક કલરની બોટલો મળી આવી હતી . 500 કિલોથી વધુનો જથ્થો મનપાએ જપ્ત કર્યો. યુનિટ સીલ કરીને લાયસન્સ સસ્પેન્ડ કરાશે.

(8:59 PM IST)