<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

તાપી ​જિલ્લાના ૭૨ કલાક પ્રવાસ કાર્યક્રમના પ્રથમ દિવસે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વ્યારા મિશનનાકા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

ભગવાન બિરસા મુંડાના દેશપ્રેમ, આદિવાસી સમાજના ઉત્થાન અને જળ-જંગલ-જમીનની રક્ષા માટેના તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રફુલ પાનશેરીયાએ શ્રદ્ધાંજલિ અર્પી

અમદાવાદ તા.૨૭ : તાપી ​જિલ્લાના ૭૨ કલાક પ્રવાસ કાર્યક્રમના પ્રથમ દિવસે શુક્રવારે સવારે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પ્રવાસના પ્રારંભે સૌપ્રથમ સુપ્રસિદ્ધ અંબાજી મંદિર ખાતે માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. 

ત્યારબાદ તેમણે વ્યારા સ્થિત મિશનનાકા ખાતે મહાન ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાર્પણ કરી ભાવપૂર્વક વંદન કર્યા હતા. આ સાથે જ મંત્રીશ્રીએ બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પણ કરી આદરપૂર્વક નમન કર્યા હતા.

​આ પ્રસંગે મંત્રીશ્રીએ ભગવાન બિરસા મુંડાના દેશપ્રેમ, આદિવાસી સમાજના ઉત્થાન અને જળ-જંગલ-જમીનની રક્ષા માટેના તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

​આ કાર્યક્રમમાં વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, જિલ્લા સંગઠન પ્રભારી ડૉ. જગદીશભાઈ પટેલ, જિલ્લા અગ્રણી સુરજભાઈ વસાવા સહિત સંગઠનના વિવિધ હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:40 PM IST)