<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

પંચમહાલ જિલ્લામાં ચાદીપુરા વાયરસને કારણે એક પછી એક બાળકોના મોત બાદ તંત્ર અને આરોગ્ય વિભાગ એક્શન મોડમાં

વાયરસના સંક્રમણને આગળ વધતું અટકાવવા માટે પ્રભાવિત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સર્વેલન્સ ની કામગીરી શરૂ: વાયરસગ્રસ્ત સંબંધિત વિસ્તારોમાં 100 મીટરની ત્રિજ્યામાં સઘન પાવડર છંટકાવની કામગીરીકરાઈ

પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા 2 બાળકોના મોત થયા છે.  જીલ્લામાં વધુ બે બાળકોના મોતને લઈ મોતનો આંક 4 પર પહોંચ્યો છે. ગોધરા તાલુકાના ચાંચપુર મણિપુર ગામના એક વર્ષના સચિન રાઠવા નામના બાળકનું અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે કાલોલ તાલુકાના ઘોડા ગામના 2 વર્ષના આશિષ ગુલાબ નાયકને વડોદરા રીફર કરવામાં આવ્યા હતા. જે દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે મૃત્યુ પામનાર બંને બાળકો ને તીવ્ર તાવ ખેંચ ઝાડા ઉલ્ટીના લક્ષણો જોવા મળ્યા હતા. 

 

પંચમહાલ જિલ્લામાં એકજ અઠવાડિયામાં કુલ 4 માસૂમ બાળકોના શંકાસ્પદ ચાદીપુરા વાયરસને કારણે મૃત્યુ થયા છે. જ્યારે ખેંચ ઝાડા ઊલટી લક્ષણો ધરાવતા અન્ય 4 જેટલા બાળકોની ગોધરા સિવિલ હોસ્પિટલમાં હાલ સારવાર ચાલી રહી છે. 

 

ગત અઠવાડિયે ગોધરા તાલુકાના વીંઝોલ અને સરદારપુરા ગામમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો નોંધાયા હતા. ત્યાર બાદ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ દરમિયાન કુલ 4 શંકાસ્પદ કેસો ઓળખી કાઢવામાં આવ્યા હતા. આ 4  કેસો માંથી 2 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને તેઓની સારવાર વડોદરાની SSG હોસ્પિટલમાં ચાલી રહી હતી. જ્યારે અન્ય બે બાળકો જિંદગીની જંગ હારી ગયા હતા. મૃતક બાળકોની ઉંમર માત્ર 3 અને 4 વર્ષની હતી. 

 

ચાદીપુરા વાયરસને કારણે એક પછી એક બાળકોના મોત બાદ સ્થાનિક તંત્ર અને આરોગ્ય વિભાગ તાબડતોબ એક્શન મોડમાં આવી ગયું છે. વાયરસના સંક્રમણને આગળ વધતું અટકાવવા માટે પ્રભાવિત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સર્વેલન્સ ની કામગીરી શરૂ કરી દેવામાં છે છે.વાયરસગ્રસ્ત સંબંધિત વિસ્તારોમાં 100 મીટરની ત્રિજ્યામાં સઘન પાવડર છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી રેતીની માખીઓનો નાશ કરી શકાય અને અન્ય બાળકોને સુરક્ષિત રાખી શકાય. તંત્ર દ્વારા ગ્રામજનોને પણ સાવચેતી રાખવા અને બાળકોની ખાસ કાળજી લેવા અપીલ કરવામાં આવી છે

(12:10 PM IST)