તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
કાળજું ચીરી નાખતી ઘટના: મા-બાપના એકના એક ‘કુલદીપકે’ તળાવમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું: પરિવાર પર આભ તૂટી પડ્યું
બુઝાઈ ગયો ઘરનો ચિરાગ: લાડકોડમાં ઉછરેલા એકમાત્ર પુત્રએ કેમ ભર્યું આવું આત્મઘાતી ડગલું? તળાવના કાંઠેથી ચંપલ અને મોબાઈલ મળતા જ પિતાના ધબકારા વધી ગયા:ફાયર બ્રિગેડે કલાકોની શોધખોળ બાદ લાશ બહાર કાઢી:માતાની કરુણ આક્રંદથી પથ્થર દિલ પણ પીગળી ગયા: આત્મહત્યાનું કારણ અકબંધ:રહસ્ય ઉકેલવા પોલીસ તપાસનો ધમધમાટ

વડોદરા: શહેરના પંથકમાં રહેતા એક મધ્યમવર્ગીય પરિવારનો એકનો એક પુત્ર અને ઘરની આશાનો આધારસ્તંભ એવા યુવાને અગમ્ય કારણોસર તળાવમાં કૂદીને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. જે સંતાન માટે મા-બાપે સુખ-સાહેબીના સપના જોયા હતા, તે સંતાનનું નિષ્પ્રાણ દેહ તળાવના પાણીમાંથી બહાર આવતા આખો વિસ્તાર હિબકે ચડ્યો હતો.
આજે સવારે બાપોદ તળાવમાંથી એક લાશ તરતી મળી આવી હતી. પોલીસની તપાસ દરમિયાન મૃતકનું નામ યુવરાજ વિકાસભાઇ કાયસ્થ, ઉં.વ.૨૪ (રહે. ભક્તિ ભવન સોસાયટી, રૃડાનગર પાસે,રંગવાટિકા પાસે, વાઘોડિયારોડ) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, યુવરાજ તેના માતા પિતાનો એકનો એક સંતાન હતો. સરદાર એસ્ટેટની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. કાકાના ઘરે જઉં છું. તેવું કહીને ઘરેથી નીકળી ગયા પછી તેણે તળાવમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. મોબાઇલ અને પર્સ તે ઘરે મૂકીને ગયો હતો. તેની સગાઇ થઇ ગઇ હતી, લગ્ન થવાનું બાકી હતું. આપઘાતનું કારણ જાણવા માટે હે.કો. હર્ષિતભાઇએ વધુ તપાસ હાથ ધરી છે.
(5:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
