<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

રાજ્યમાં ફરી વાર ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા:તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો વધારો થશે :અનેક જિલ્લામાં યલો એલર્ટ

સૌરાષ્ટ્ર વિસ્તાર સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે

અમદાવાદ : રાજ્યમાં ફરી એકવાર ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો વધારો થવાની આગાહી કરી છે. ખાસ કરીને 15 મે સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

  સૌરાષ્ટ્ર વિસ્તાર સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. બપોરના સમયે ગરમીનું પ્રમાણ વધુ રહેવાની આગાહી વચ્ચે લોકોને અનાવશ્યક બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા અને તાપથી બચવા તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

(11:08 AM IST)