News of Sunday, 10th May 2026
રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે:આગામી પાંચ દિવસ હિટવેવની અસર વર્તાશે: અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ
રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી હજુ ગરમીનો પ્રકોપ વધશે:રાજકોટ,કંડલા અને સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં પારો 44 ડિગ્રીને આંબી જતાં જનજીવન ત્રાહિમામ

અમદાવાદ :ગુજરાતમાં હીટવેવની આગાહી કરાઈ છે,હવામાન વિભાગે અમદાવાદમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.આગામી પાંચ દિવસ ગરમીનો પ્રકોપ વધુ રહેશે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી હજુ ગરમીનો પ્રકોપ વધશે. રાજ્યમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અસહ્ય ગરમીને કારણે લોકોએ સ્વિમિંગપુલનો સહારો લેવો પડ્યો છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં વૈશાખ મહિનાની કાળઝાળ ગરમીએ પરાકાષ્ઠા વટાવી છે.રાજકોટ,કંડલા અને સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં પારો 44 ડિગ્રીને આંબી જતાં જનજીવન ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે. રાજ્યમાં આજે કંડલામાં 44.4,અમદાવાદમાં 44.4, ગાંધીનગરમાં 43.3, વડોદરામાં 43.4, રાજકોટમાં 43.7, ભુજમાં 42.1, કેશોદમાં 41.7, ભાવનગર 40.8, સુરત 41.9, કચ્છમાં 42.3, પાટણ 43.2, સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તર ગુજરાતમાં ગરમીની અસર વધુ પ્રમાણમાં રહેશે.
રાજકોટ, ભુજ અને ઓખામાં સવારે હવામાં ભેજ વધતા ધુમ્મસ છવાયું હતું.પરંતુ બપોર થતાં જ આકાશમાંથી અગ્નિવર્ષા શરૂ થઈ હતી.જૂનાગઢ (42.5), ભુજ (42), કેશોદ (41.7) અને ભાવનગર (40.8) માં પણ પ્રચંડ ગરમી નોંધાઈ હતી. રાજકોટમાં બપોરે પવન શાંત પડતા 43.7 ડિગ્રીની ભઠ્ઠીમાં શહેરીજનો શેકાયા હતા, જ્યારે સાંજે 14 કિમીની ઝડપે ગરમ લૂ ફૂંકાઈ હતી. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે 'હીટ વેવ'ની ભીષણ આગાહી કરી લોકોને બપોરે ઘરની બહાર ન નીકળવા તાકીદ કરી છે.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
