<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત: 45.5 ડિગ્રી સાથે ડીસા સૌથી ગરમ શહેર

છેલ્લા આઠ વર્ષમાં ડીસામાં મે મહિનામાં નોંધાયેલું આ સૌથી વધુ તાપમાન

 ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. રાજ્યમાં 45.5 ડિગ્રી સાથે ડીસા સૌથી ગરમ શહેર રહ્યું હતું. ડીસાના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 4.7 ડિગ્રીનો વધારો થયો હતો.છેલ્લા આઠ વર્ષમાં ડીસામાં મે મહિનામાં નોંધાયેલું આ સૌથી વધુ તાપમાન છે.

 બુધવારે સાત શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. અમદાવાદમાં 42.2 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું. આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન 42 ડિગ્રીની આસપાસ જ રહેવાની શક્યતા છે

સુરેન્દ્રનગરમાં 43.3,ગાંધીનગરમાં 43 ડિગ્રી, અમરેલીમાં 42.9, રાજકોટમાં 42.2 ડિગ્રી, વડોદરામાં 42 ડિગ્રી, ભુજમાં 40.4 ડિગ્રી, ભાવનગરમાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

(11:32 AM IST)