તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત: દરિયાકાઠાના વિસ્તાર સિવાય તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા
ગાંઘીનગર, રાજકોટ, વડોદરા, પાટણ, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલમાં પણ તાપમાનનો પારો ઉંચે જતાં અગનવર્ષોનો અનુભવ થઇ શકે

અમદાવાદ : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. મંગળવારે 43.6 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું. 10 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. અમદાવાદ 43.2 ડિગ્રી તાપમાન નોંદાયું છે આજે અમદાવાદમાં 44 ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે. દરિયાકાઠાના વિસ્તાર સિવાય ગુજરાતભરમાં તાપમાન 40ને પાર પહોંચે તેવી શક્યતા છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ ગુજરાતમાં ગરમીનો પારો ઉંચે જઇ શકે છે. આગામી દિવસોમાં અમદાવાદ તાપમાનનો પારો 44ને આંબે તેવી શકયતા છે. આ સાથે ગાંઘીનગર, રાજકોટ, વડોદરા, પાટણ, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલમાં પણ તાપમાનનો પારો ઉંચે જતાં અગનવર્ષોનો અનુભવ થઇ શકે છે.
ગુજરાત સિવાયના અન્ય રાજ્યોની વાત કરીઓ તો ઉત્તર ભારત, હરિયાણા, હિમાચલ, પૂર્વાત્તર પશ્ચિમ બંગાળમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. જો કે ગુજરાતમાં 6 મે સુધી વરસાદની કોઇ શકયતા નથી. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ,દક્ષિણ અને ઉત્તર ભારતના વિસ્તારો હાલ આકરી ગરમી પડી રહી છે.
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
