તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
ગુજરાતમાં ગરમીનો પ્રકોપઃ ૧ વર્ષમાં હિટ સ્ટ્રોકથી ૧૫નાં મોત
રોજીરોટી માટે તડકામાં રોકાવું બન્યુ જીવલેણ

અમદાવાદ,તા.૧: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીએ કેર વર્તાવ્યો છે. મોડી રાત સુધી ગરમ પવન ફૂંકાય છે, જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૪ના એક વર્ષમાં હિટ સ્ટ્રોક કે સન સ્ટ્રોકના કારણે ૧૫ લોકોનાં મોત થયાં છે, જે પૈકી ૧૪ પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. એનસીઆરબીએ છેલ્લે વર્ષ ૨૦૨૪ના જે આંકડા જાહેર કર્યા છે તે પ્રમાણે દેશમાં કુલ ૧૮૩૨ લોકોનાં ગુરમીના કારણે મુત થયા છે. એક રીતે રોજી રોટી માટે તડકામાં શેકાવું જીવલેણ બન્યું છે.
ગુજરાતમાં ગરમીથી લૂ લાગવા કે ગરમીને લીધે લોકોનાં મોતની સંખ્યા વધી રહી છે. વર્ષ ૨૦૨૪માં હિટ સ્ટ્રોકના કારણે ગુજરાતમાં ૮ ઇલકલનાં મોત થયા હતા જયારે વર્ષ ૨૦૨૨માં ૫ અને વર્ષ ૨૦૨૩માં બે જેટલા લોકોના મોત થયાનું જાહેર કરાયું હતું. આમ ત્રણ વર્ષમાં કુલ ૧૫ લોકોના મોત નોંધાયા હતા, જોકે એ પછીના એક જ વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૨૪માં ૧૫ લોકોનાં મોત થયાનું જાહેર થયું છે. વર્ષ ૨૦૨૪માં બિહારમાં સૌથી વધુ ૪૨૨ લોકોના મોત થયા હતા જ્યારે ઉત્તર પ્રદેશમાં ૩૫૨, પંજાબમાં ૧૮૩ લોકોના મોત થયાનું સામે આવ્યું હતું. નિષ્ણાતો કહે છે કે બાંધકામ ક્ષેત્ર, ટ્રાન્સપોર્ટ, ખેતરમાં મજૂરી કરનારા લોકો વધુ પ્રમાણમાં ભોગ બને ૮૦ બપોરના સમયે ગરમીમાં થાક લાગે, ચક્કર આવે તો આવા લક્ષણોને અવગણવા ન જોઈએ. તબીબો સલાહ આપે છે કે, બપોરે ભર તડકે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. મહત્વનું છે કે, ગુજરાતમાં તાજેતરમાં જ ૧૦ દિવસમાં ગરમીલક્ષી બીમારીના ૭૬૫ ઈમરજન્સી કોલ્સ ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસને મળ્યા હતા, આ ૭૬૫ કેસમાં સૌથી વધુ ભારે તાવના ૬૬૦ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત બેભાન થઈને ઢળી પડવું, ડિહાઈડ્રેશન, ઝાડા ઉલટી, માથામાં દુઃખાવો, પેટમાં દુઃખાવાને લગતા કેસ નોંધાયા હતા.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
