<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

ગાંધીનગર શહેર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ભારે વાદળછાયું વાતાવરણ:રાંધેજા ગામ અને આસપાસના ખેતી વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા

ગ્રામીણ પંથકમાં વરસાદી છાંટા પડતાં તૈયાર થયેલા પાકને નુકસાન થવાની ભીતિએ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું

અમદાવાદની સાથે-સાથે પાટનગર ગાંધીનગરમાં પણ હવામાનનો મિજાજ સંપૂર્ણપણે બદલાયેલો જોવા મળ્યો હતો. ગાંધીનગર શહેર તેમજ નજીકના ગ્રામીણ વિસ્તારોમાં ભારે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ખાસ કરીને રાંધેજા ગામ અને આસપાસના ખેતી વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હોવાના અહેવાલો મળ્યા છે. ગ્રામીણ પંથકમાં વરસાદી છાંટા પડતાં તૈયાર થયેલા પાકને નુકસાન થવાની ભીતિએ ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

 

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગરના સ્થાનિક બજારો કપડાં, ઘરવખરી, ડેકોરેશન અને મીઠાઈની ખરીદીથી ધમધમી રહ્યા છે. આવા સમયે અચાનક શરૂ થયેલા કમોસમી વરસાદના કારણે ખુલ્લામાં સ્ટોલ લગાવીને બેસતા નાના ફેરિયાઓ અને વેપારીઓને પોતાનો સામાન ઢાંકવા માટે ભારે દોડધામ કરવી પડી હતી.

(11:03 PM IST)