તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd August 2026
સુરતના ઓલપાડના ડભારી દરિયામાં ભારે કરંટ: ઊંચા મોજાં ઉછળતા દરિયો તોફાની બન્યો: પ્રવાસીઓ માટે કિનારો બંધ
વહીવટી તંત્ર દ્વારા કોઈપણ અનિચ્છનીય બનાવને ટાળવા માટે દરિયાકિનારે વિશેષ તકેદારી વધારી દેવામાં આવી

સુરતના ઓલપાડ સ્થિત ડભારી દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે, જ્યાં તેજ પવન અને મોટી ભરતીના કારણે દરિયામાં ઊંચા-ઊંચા મોજાં ઉછળ્યા છે અને દરિયો અત્યંત તોફાની બન્યો છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે દરિયા કિનારો પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા કોઈપણ અનિચ્છનીય બનાવને ટાળવા માટે દરિયાકિનારે વિશેષ તકેદારી વધારી દેવામાં આવી છે.
(10:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
