<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

ગુજરાતમાં માવઠાનો માહોલ યથાવતઃ વિસાવદરમાંસૌથી વધુ ૫૮ મીમી વરસાદ, અમરેલીમાં ૩૯ મીમી નોંધાયો

રાજકોટ જિલ્લાના જેતપુરમાં ૩૧ મીમી, ઉપલેટામાં ૨૦ મીમી અને ધોરાજીમાં ૧૮ મીમી વરસાદ નોંધાયોઃ રાજ્‍યના ૨૧ તાલુકામાં વરસાદની હાજરી

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા.૩૧: ગુજરાત રાજ્‍યમાં કમોસમી વરસાદની અસર જોવા મળી રહી છે. રાજ્‍યના સ્‍ટેટ ઇમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ૩૦ ઓક્‍ટોબર સવારે ૬ વાગ્‍યાથી ૩૧ ઓક્‍ટોબર સવારે ૬ વાગ્‍યા સુધીના છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્‍યના વિવિધ જિલ્લાઓના કુલ ૨૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં સૌથી વધુ ૫૮ મીમી (૨.૨૮ ઇંચ) વરસાદ નોંધાયો છે. જ્‍યારે અમરેલી તાલુકામાં ૩૯ મીમી અને અમરેલી જિલ્લાના કુંકાવાવ વડિયામાં ૩૮ મીમી વરસાદ નોંધાયો છે.

જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયેલા તાલુકાઓ જૂનાગઢઃ વિસાવદર ૫૮ મીમી, ભેસાણ ૨૫ મીમી, વંથલી ૧૦ મીમી, મેંદરડા ૨ મીમી અને માણાવદર ૧ મીમી. અમરેલીઃ અમરેલી ૩૯ મીમી, કુંકાવાવ વડિયા ૩૮ મીમી, બાબરા ૬ મીમી અને બગસરા ૨ મીમી. રાજકોટઃ જેતપુર ૩૧ મીમી, ઉપલેટા ૨૦ મીમી, ધોરાજી ૧૮ મીમી, ગોંડલ ૧૫ મીમી અને જામકંડોરણા ૧૨ મીમી. ગીર સોમનાથઃ ગીર ગઢડા ૧૪ મીમી. મહેસાણાઃ સતલાસણા ૧૨ મીમી અને વિજાપુર ૯ મીમી., સાબરકાંઠાઃ ઇડર ૭ મીમી, વડાલી ૫ મીમી અને પોશીના ૫ મીમી., બનાસકાંઠાઃ હડાદ ૨ મીમી

(10:42 AM IST)