<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

અમદાવાદ, સુરત, વલસાડ સહિત અનેક જિલ્લાઓમાં આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદ, તેજ પવન અને વીજળી પડવાની ચેતવણી જાહેર

IMD અમદાવાદ કેન્દ્ર દ્વારા તાત્કાલિક અસરથી Nowcast બુલેટિન બહાર પડાયું : તંત્રએ લોકોને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા અને વરસાદી પરિસ્થિતિમાં સાવચેતી રાખવાની અપીલ કરી

અમદાવાદ :ગુજરાતમાં વરસાદે ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગે રાજ્યના અમદાવાદ, સુરત, વલસાડ સહિત અનેક જિલ્લાઓમાં આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદ, તેજ પવન અને વીજળી પડવાની ચેતવણી જાહેર કરી છે. IMD અમદાવાદ કેન્દ્ર દ્વારા તાત્કાલિક અસરથી Nowcast બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે. તંત્રએ લોકોને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા અને વરસાદી પરિસ્થિતિમાં સાવચેતી રાખવાની અપીલ કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં 15 મીમી પ્રતિ કલાકથી વધુ વરસાદ, 41થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને 60 ટકાથી વધુ વીજળી પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવ સહિતના વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતા છે.

(10:37 PM IST)