News of Sunday, 19th July 2026
સુરતમાં મોડી રાતથી ધોધમાર વરસાદ, VIP રોડ અને BRTS રૂટ પાણીમાં ગરકાવ
અનેક વિસ્તારોમાં જળબંબાકારથી જનજીવન પ્રભાવિત, પ્રિ-મોન્સૂન કામગીરી સામે ફરી ઉઠ્યા સવાલો

સુરત : શહેરમાં મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. VIP રોડ, શ્યામ મંદિર વિસ્તાર અને BRTS રૂટ પર પાણી ભરાતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. અનેક સ્થળોએ વાહનચાલકો અને રાહદારીઓને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી.
ભારે વરસાદ બાદ શહેરની ડ્રેનેજ વ્યવસ્થાની મર્યાદાઓ ફરી સામે આવી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા પ્રિ-મોન્સૂન કામગીરી અંગે પ્રશ્નો ઉઠ્યા છે. હવામાન વિભાગે આગામી સમયમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરતાં નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
