News of Wednesday, 17th June 2026
બગોદરામા વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ
સિઝનના આ પહેલા ધીમી ધારે શરૂ થયેલા વરસાદને કારણે ધરતીપુત્રોમાં ભારે આનંદની લાગણી છવાઈ ગઈ

આજે મોડી સાંજે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. શહેરના વેજલપુર, સરખેજ, શ્યામલ, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબકતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી
બગોદરામા પણ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ થયો છે. સિઝનના આ પહેલા ધીમી ધારે શરૂ થયેલા વરસાદને કારણે ધરતીપુત્રોમાં ભારે આનંદની લાગણી છવાઈ ગઈ છે. આ સાથે જ ધોલેરા પંથકમાં પણ મેઘમહેર થતાં વાતાવરણ આહલાદક બની ગયું છે. વરસાદના આગમનની સાથે જ ખેડૂતો હવે આગોતરી ખેતીના કામોમાં જોતરાઈ ગયા છે.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
