<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

દહેગામમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ, રાત્રે 2 થી સવારના 8 સુધીમાં 4 ઈંચ ખાબક્યો

દહેગામ વૈભવ કોમ્પ્લેક્સ અને એમજી અમીન કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા. મોડાસા રોડ અને નેહરુ ચોકડી પર પણ પાણી પાણી થઇ ગઈ

દહેગામમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે . હવામાન વિભાગની આગાહી વચ્ચે દહેગામ તાલુકા અને શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો . દહેગામ અને આસપાસના ગામોમાં મોડી રાતથી સવાર સુધી ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો  રાત્રે બે થી સવારના આઠ વાગ્યા સુધી ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા . દહેગામ વૈભવ કોમ્પ્લેક્સ અને એમજી અમીન કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા. મોડાસા રોડ અને નેહરુ ચોકડી પર પણ પાણી ભરાયા હતા . વરસાદથી ખેડૂતોમાં રાહતની આશા બંધાઈ છે ઉભા . પાકને વરસાદથી ફાયદો થવાની આશા જાગી છે . દહેગામમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે .

 

(1:28 PM IST)